Delhi Car Blast Case Update: દિલ્હી બ્લાસ્ટમાં નવો વળાંક: પોલીસને ‘લાલ ઈકોસ્પોર્ટ’ કાર ની શોધખોળ! શંકાસ્પદ ઉમરના નામે નોંધાયેલી કાર માટે દિલ્હી, UP અને હરિયાણામાં હાઈએલર્ટ

Arati Parmar
2 Min Read

Delhi Car Blast Case Update: દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેના પગલે દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. પોલીસે એક લાલ રંગની ફોર્ડની EcoSport કારની શોધખોળ શરૂ કરી છે. આ કારનું રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની I20 કાર ઉપરાંત શંકાસ્પદો સાથે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી.

ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ એલર્ટ

- Advertisement -

દિલ્હી પોલીસની પાંચ ટીમોએ શંકાસ્પદ લાલ કારની શોધખોળ શરૂ કરી દીધી છે. દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ પોસ્ટ અને બોર્ડર ચેકપોઈન્ટ્સ પર આ લાલ રંગની કારને શોધવા માટે એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ લાલ કાર અંગે એલર્ટ મોકલાયું છે. જોકે પોલીસે તપાસ કરી છે કે, સફેદ કાર સાથે આ લાલ કાર ક્યાંય જોવા મળી નથી છતાં સાવચેતીના ભાગરૂપે તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઝડપાયેલા ડૉક્ટરો અંગે અલ ફલાહ યુનિવર્સિટીનું મોટું નિવેદન

- Advertisement -

બીજી તરફ આ કેસમાં અલ ફલાહ યુનિવર્સિટીનો ઉલ્લેખ થયો છે, ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ભૂપિન્દર કૌર આનંદે દુઃખ વ્યક્ત કરતા સ્પષ્ટતા કરી છે કે, વિસ્ફોટના કેસમાં પકડાયેલા બે ડોક્ટરો અને અન્ય મુખ્ય શંકાસ્પદો સાથે યુનિવર્સિટીનો કોઈ સંબંધ નથી, સિવાય કે આ લોકો સત્તાવાર ક્ષમતામાં યુનિવર્સિટીમાં કામ કરતા હતા.

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

Share This Article