DMK-ADMK Alliance: તમિલનાડુમાં મોટો રાજકીય ખેલ, AIADMK ને સમર્થન આપવા તૈયાર DMK, હાથ મિલાવવા માટે રાખી દીધી આ મોટી શરત – સૂત્ર

Arati Parmar
3 Min Read
DMK-ADMK Alliance

DMK-ADMK Alliance: તમિલનાડુની રાજનીતિમાં મોટો રાજકીય ઉલટફેર થઈ શકે છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ ત્યાં કોઈ સરકાર બહુમતી પ્રાપ્ત કરી શક્યું નથી. વિજય 107 બેઠકો લાવીને પણ બહુમતીથી દૂર છે કારણ કે તેમની સાથે કોંગ્રેસ સિવાય અન્ય કોઈ આવવા તૈયાર નથી. આ દરમિયાન ચર્ચા છે કે બે રાજકીય દુશ્મન ડીએમકે અને એડીએમકે સાથે આવી શકે છે. ડીએમકેએ આ બાબતે તો શરત પણ રાખી દીધી છે. સૂત્રોનું માનીએ તો ડીએમકેએ એડીએમકેને કહ્યું છે કે જો તમે અમારી સાથે આવવા માંગતા હોવ તો તમારે બીજેપી સાથે ગઠબંધન તોડવું પડશે.

‘બીજેપીને છોડો ત્યારે અમારી સાથે આવવા પર વિચાર કરો’

તમિલનાડુમાં એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડેલા બે રાજકીય પક્ષો ડીએમકે અને એડીએમકે હવે સાથે આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. DMK અને VCK સૂત્રોના જણાવ્યા અનુસાર AIADMK પર ત્યાં સુધી વિચાર કરી શકાય નહીં, જ્યાં સુધી તે બીજેપીથી અલગ ન થાય. જો AIADMK NDA માં જ રહે છે, તો કોઈપણ સંભવિત ગઠબંધન પર ચર્ચા શક્ય નથી. ડીએમકેનું કહેવું છે કે કોઈપણ કોમવાદી પક્ષને સ્વીકારવામાં આવશે નહીં. લેફ્ટના સૂત્રોએ જણાવ્યું કે ડાબેરી પક્ષો ગઠબંધનનો નિર્ણય વિચારધારા અને લોકશાહીના આધારે કરશે. TVK ને જનતાનો જનાદેશ મળ્યો છે. ડાબેરી પક્ષોને AIADMK ને લઈને અસહજતા છે, કારણ કે તે બીજેપીની સહયોગી છે.

- Advertisement -

અત્યારે રાજકીય સમીકરણ શું છે?

તમિલનાડુના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. થલાપતિ વિજયની ટીવીકેને 107 બેઠકો મળી છે પરંતુ તે બહુમતીના જાદુઈ આંકડા 118 થી 11 બેઠકો દૂર છે. તેને કોંગ્રેસ જેની 5 બેઠકો છે તેણે સમર્થન આપવાની જાહેરાત કરી છે પણ ત્યારબાદ પણ આંકડો 112 પર આવીને અટકી ગયો. ટીવીકે-કોંગ્રેસને બાકીના પક્ષોનો સાથ પણ જોઈએ છે પરંતુ ડીએમકે-એડીએમકેને સત્તાથી દૂર રાખવા માટે બાકીના પક્ષો ટીવીકે સાથે નથી આવી રહ્યા. PMK પાસે 4 ધારાસભ્યો છે, IUML પાસે 2, સીપીઆઈ પાસે 2, વીસીકે પાસે, સીપીઆઈ-એમ પાસે 2 ધારાસભ્યો છે. આમાંથી કોઈ પણ ટીવીકે સાથે જવા તૈયાર નથી. ડીએમકે પાસે 59 ધારાસભ્યો છે તો એડીએમકે પાસે 47 જે કુલ સરવાળો 106 જ બનાવી રહ્યો છે. જોકે આ ગઠબંધનનો સાથ આપવા માટે નાની પાર્ટીઓ માની પણ શકે છે. લેફ્ટની બંને પાર્ટીઓ સમર્થન આપવા તૈયાર છે.

આ પણ વાંચો: Cherian Philip Viral Video: કોંગ્રેસ નેતાનો મહિલા ધારાસભ્યને જબરદસ્તી ગળે લગાવવાનો VIDEO વાયરલ, BJPએ કહ્યું- આ બેશરમી પર શું કહેશો – Newz Cafe

- Advertisement -
Share This Article