ED Chhattisgarh Liquor Scam: EDની મોટી કાર્યવાહી: છત્તીસગઢના લિકર કૌભાંડમાં પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ₹૬૧.૨૦ કરોડની સંપત્તિ જપ્ત!

Arati Parmar
2 Min Read

ED Chhattisgarh Liquor Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) છત્તીસગઢના કથિત લિકર કૌભાંડની ચાલી રહેલી તપાસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ જોગવાઈઓ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની 61.20 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

પ્લોટ, જમીન, બેંક બેલેન્સ સહિતની સંપત્તિ જપ્ત

- Advertisement -

ઈડીએ આ મામલે 59.96 કરોડ રૂપિયાની કિંમતના 364 રહેણાંક પ્લોટ અને કૃષિ જમીન તેમજ 1.24 કરોડ રૂપિયા બેંક બેલેન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી છે. ઈડીએ કહ્યું કે, આ પગલું છત્તીસગઢમાં કથિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસોની તપાસ દરમિયાન લેવામાં આવ્યું છે. એજન્સીનું માનવું છે કે, આ કૌભાંડ દ્વારા 2500 કરોડ રૂપિયાની અપરાધની આવક એકઠી કરવામાં આવી હતી.

Share This Article