લેહ, 29 જૂન. શનિવારે સવારે લેહ જિલ્લાના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક T-72 ટેન્કમાં નદી પાર કરતી વખતે ડૂબી જવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના લદ્દાખથી 148 કિલોમીટર દૂર મંદિર મોર પાસે બપોરે 3 વાગ્યે એક કવાયત દરમિયાન બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નદી પાર કરતી વખતે અચાનક પૂરના કારણે એક જેસીઓ અને ચાર જવાનો ટેન્ક સાથે ડૂબી ગયા. જે બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

