ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી રહ્યા છે. જે આત્મસન્માન,સફળતા, યશ વગેરેના કારક છે. સૂર્ય ગોચરક રીને બુધ સાથે યુતિ કરશે અને 6 રાશિવાળા પર સકારાત્મક પ્રભાવ છોડશે.
September: 16 સપ્ટેમ્બર 2024ના રોજ સૂર્ય ગોચર ક રીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્ય ગોચર 16 સપ્ટેમ્બર સાંજે 7.29 કલાકે થશે. ત્યારબાદ 23 સપ્ટેમ્હર 2024ના રોજ બુધ ગ્રહ પોતાની જ રાશિ કન્યામાં પ્રવેશ કરશે. આ રીતે કન્યા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે. આ યોગ 6 રાશિવાળાને આર્થિક સ્થિતિ અને કરિયર માટે ખુબ શુભ સાબિત થશે.
મેષ રાશિના જાતકોને આ સૂર્ય અને બુધનું ગોચર અપાર પ્રગતિ આપનારું સાબિત થશે. અનેક સોર્સિસથી પૈસા મળશે. કરિયરમાં પ્રગતિ થવાથી તમે પાર્ટીના મૂડમાં રહેશો. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
મિથુન રાશિના જાતકો માટે સૂર્ય બુધની યુતિ કરિયર માટે શુભ છે કારણ કે મિથુન રાશિના સ્વામી પણ બુધ છે અને તેઓ આ રાશિના જાતકોને લાભ કરાવશે. બિઝનેસમાં મનગમતી ડીલ કે ઓર્ડર મેળવી શકશો. પરિવાર સાથે ટ્રીપ પર જઈ શકો છો.

બુધ અને સૂર્યનું ગોચર કર્ક રાશિવાળા માટે લાભકારી સાબિત થશે. તમારી આવક વધશે. પ્રમોશનની સારી તકો છે. વેપારી વર્ગને સારો એવો નફો થશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે.
સિંહ રાશિવાળાનો સ્વામી ગ્રહ સૂર્ય છે અને સૂર્યનું આ રાશિ પરિવર્તન સિંહ રાશિવાળા માટે પ્રગતિ અને ખુશીઓ લાવશે. તમે ખુબ પૈસા કમાશો અને બચાવશો પણ. નવા નવા પ્રોજેક્ટ કે ડીલ ફાઈનલ થશે.
સૂર્ય અને બુધની યુતિથી બની રહેલો બુધાદિત્ય યોગ વૃશ્ચિક રાશિવાળા માટે સારા દિવસ લાવી રહ્યો છે. તમને કામકાજના મામલે ભાગદોડ કરવી પડશે પરંતુ તેનો ફાયદો પ્રમોશન અને આવકમાં વધારા તરીકે મળશે. પર્સનલ લાઈફ સારી રહેશે.
સૂર્યનું ગોચર ધનુ રાશિના જાતકોને સારી નવી નોકરી અપાવી શકે છે. તમે મનગમતી પ્રગતિ મેળવીને ખુશ થશો. બિઝનેસમાં રણનીતિ બદલવાથી મોટો લાભ થઈ શકે છે. કરિયરને નવી દિશા મળશે.

