ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ ખાબક્યો, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદઃ ગુજરાતમાં આગામી છ દિવસ છૂટાછવાયા વરસાદી ઝાપટાંની આગાહી વચ્ચે આજે રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલ એક સાયક્લોનિક સરક્યુલેશન શિફ્ટ થઇને સાઉથ ગુજરાત ખસી ગયુ છે. જેમા દાદરાનગર હવેલી અને દીવ પણ સામેલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકા માં વરસાદ વરસયો હતો.

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની અગાહી

- Advertisement -

SPn24pge rain 1

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, દાહોદ, મહીસાગર, વડોદરા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

- Advertisement -

16મીએ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ

16મી ઓગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, દાહોદ, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દ્વારકા, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.

- Advertisement -

18મીથી 20મી ઓગસ્ટ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી

17મી ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આગામી 18મીથી 20મી ઓગસ્ટ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સાયલામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સોનગઢમાં 26 મિમી, તાલાલામાં 20 મિમી, બગસરામાં 17 મિમી અને અમરેલીમાં 17 મિમી વરસાદ નોંધાયો હતો.

Share This Article