બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસની રમત વરસાદને કારણે નહોતી થઈ શકી.
વરસાદની થોડી સંભાવના વચ્ચે હવે આ ટેસ્ટ પાંચને બદલે ચાર દિવસની થઈ ગઈ છે. શુભમન ગિલ બે દિવસ પહેલાં થયેલી ગરદનની ઈજા બાદ હજી 100 ટકા ફિટ ન હોવાને કારણે ઇલેવનમાં તેનો સમાવેશ નથી કરવામાં આવ્યો. તેના સ્થાને સરફરાઝ ખાનને ભારત વતી ફરી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો છે.
પેસ બોલર આકાશ દીપને બદલે ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.
ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં મિચલ સેન્ટનર નથી. પ્રવાસી ટીમમાં રચિન રવીન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ બે સ્પિન ઑલ રાઉન્ડર સામેલ છે. એજાઝ પટેલ મુખ્ય સ્પિનર છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ન્યૂ ઝીલેન્ડ: ટોમ લેથમ (કેપ્ટન), ડેવૉન કોન્વે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, ટોમ બ્લન્ડેલ (વિકેટકીપર ), મેટ હેન્રી, ટિમ સાઉધી, એજાઝ પટેલ અને વિલ રુરકી.