India-EU Free Trade Agreement: ભારત-યુરોપ વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’: ચીન અને અમેરિકાના દબાણ વચ્ચે સર્જાઈ ઐતિહાસિક સમજૂતી, જાણો ભારતીય નિકાસકારોને કેવી રીતે થશે લાખોનો ફાયદો

Arati Parmar
3 Min Read

India-EU Free Trade Agreement: લાંબા ઇન્તજાર બાદ ભારત અને યુરોપિયન યુનિયન આખરે મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) સુધી પહોંચી ગયા છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ એટલે કે સૌથી મોટી સમજૂતી ગણાવી છે. બંને વચ્ચે લાંબા સમયથી આ ડીલ અટકેલી હતી અને આ વખતે તેને અંજામ સુધી પહોંચાડવા પાછળ અણધાર્યા વૈશ્વિક ઘટનાક્રમો જવાબદાર છે.

EU સાથે ભારતને કેમ વિલંબ થયો?

ભારત માટે યુરોપ સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે, તેથી આ સમજૂતી હંમેશા જરૂરી હતી. પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તે લાંબા સમય સુધી નોકરશાહીની ગુંચવણોમાં અટવાયેલી રહી. અત્યાર સુધી યુરોપિયન યુનિયનની સફળતા ત્રણ સ્તંભો પર ટકી હતી: અમેરિકા દ્વારા મળતી સુરક્ષા (NATO), રશિયા પાસેથી મળતી સસ્તી ઉર્જા અને ચીન સાથેના વ્યાપાર-રોકાણ સંબંધો.

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય પડકારો

છેલ્લા કેટલાક વર્ષોમાં આ ત્રણેય સ્તંભોને ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. અમેરિકા ફરીથી ટેરિફના નામે દબાણ કરી રહ્યું છે. બીજી તરફ, યુક્રેન યુદ્ધને કારણે યુરોપે રશિયા પરની ઉર્જા નિર્ભરતા ઘટાડવી પડી છે. ચીનની ઇલેક્ટ્રિક કારોને મંજૂરી આપવા બાબતે પણ વિવાદ વધ્યો છે, જેનાથી યુરોપની ઓટો કંપનીઓને ખતરો છે.

ભારત પર આખરે કેમ મુક્યો ભરોસો?

અમેરિકા, રશિયા અને ચીન સાથેના સંબંધોમાં ઉથલપાથલ વચ્ચે યુરોપને હવે માત્ર નવા બજારની જ નહીં, પણ એક ભરોસાપાત્ર અને અનુકૂળ સૈન્ય તથા આર્થિક ભાગીદારની જરૂર છે. ભારત આ બાબતમાં સૌથી યોગ્ય છે. ભારત પર પણ અમેરિકા તરફથી ભારે ટેરિફનું દબાણ છે, જેના કારણે યુરોપ સાથેની આ ડીલ બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.

- Advertisement -

ભારત-યુરોપ બંનેનો ફાયદો

  • યુરોપને ભરોસાપાત્ર સૈન્ય અને આર્થિક ભાગીદારની જરૂર છે.

  • અમેરિકા સાથે ડીલ ન થવાથી ભારત પર પણ વૈકલ્પિક બજાર શોધવાનું દબાણ હતું.

  • ભારત હવે EU ની પસંદગીની વ્યાપાર વ્યવસ્થાનો હિસ્સો બનશે.

યુરોપ સાથેની ડીલ: નફાનો સોદો

ચીન સાથેના વ્યાપારમાં યુરોપને ૩૦૦ અબજ ડોલરની ખોટ જાય છે, જ્યારે ભારત સાથેના ૧૩૬ અબજ ડોલરના વ્યાપારમાં ભારતને અંદાજે ૧૫ અબજ ડોલરનો ફાયદો થાય છે. અત્યાર સુધી ભારતને યુરોપમાં અન્ય નાના દેશોની જેમ કોઈ ખાસ વ્યાપારી છૂટછાટ (GSP) મળતી નહોતી અને ભારે ટેરિફનો સામનો કરવો પડતો હતો. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતીય નિકાસકારોને તાત્કાલિક મોટો ફાયદો મળશે.

Share This Article