ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહિલા વિશ્વકપમાં ટક્કર

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 5 : પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળ્યા બાદ જો ભારતે મહિલા ટી20 વિશ્વકપમાં અભિયાન પાટા ઉપર લાવવું હોય તો પાકિસ્તાન સામે રવિવારે દુબઈમાં રમાનારી મેચમાં ખામીઓ દૂર કરીને જીત મેળવવી પડશે. ભારતીય ટીમને શુક્રવારે પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 58 રને હાર મળી હતી. જેના કારણે સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની આશાને ઝટકો લાગ્યો છે. તેમજ આગળની મેચ વધારે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.

cricket india vs pakistan t20

- Advertisement -

ભારતની નેટ રનરેટ સારી નથી અને તેના માટે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. હરમનપ્રીત કૌરની આગેવાનીની ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે રમતના ત્રણેય ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેમાં ટૂંક સમયમાં ખામીઓ દુર કરવી પડશે કારણ કે હવે ભારતીય ટીમનો સામનો પાકિસ્તાન સામે થવાનો છે. જેણે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બન્ને ટીમ વચ્ચે જે 15 ટી20 મેચ રમાયા છે તેમાંથી 12 મેચમાં ભારતે જીત નોંધાવી છે. જો કે ભારત હરીફને હળવાશથી લેવાની ભુલ કરી શકે નહી કારણ કે પાકિસ્તાન પાસે સારી ઝડપી બોલર છે. પાકિસ્તાન પાસે અનુભવી નિદા ડાર, કેપ્ટન ફાતિમા સના અને સાદિયા ઈકબાલ જેવી સારી બોલર છે.

- Advertisement -
Share This Article