Indian Armed Forces CUAS Grid: હવે દુશ્મનના ડ્રોન હવામાં જ થશે રાખ! ભારતીય સેના બનાવી રહી છે હાઈ-ટેક એન્ટી-ડ્રોન ગ્રીડ, જાણો શું છે નવી CUAS સિસ્ટમ

Arati Parmar
2 Min Read

Indian Armed Forces CUAS Grid: ઓપરેશન સિંદૂર પછી ભારતીય ભૂમિસેના, વાયુસેના અને નૌસેના ત્રણેય પોતાની ક્ષમતા વધારવા માટે સતત પ્રયત્નોમાં વ્યસ્ત છે. આ જ ક્રમમાં ભારતીય સશસ્ત્ર દળો એક સંયુક્ત માનવરહિત હવાઈ પ્રણાલી (CUAS) ગ્રીડ વિકસાવવામાં લાગી ગયા છે જે ત્રણેય સેવાઓમાં ડ્રોન-વિરોધી ક્ષમતાઓને એકીકૃત કરશે. આ ગ્રીડ બનવાથી દુશ્મનના દરેક ડ્રોન હવામાં જ નષ્ટ થઈ જશે.

આ CUAS ગ્રીડ, ઈન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (IACCS) જેવા વર્તમાનમાં ઉપલબ્ધ હવાઈ સંરક્ષણ નેટવર્કથી બિલકુલ અલગ રીતે કામ કરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ પરંપરાગત હવાઈ જોખમોની સાથે સાથે નાના ડ્રોન પર નજર રાખવાનું કામ IACCS પર નાખવાથી નેટવર્ક પર અતિશય બોજ પડી જશે.

- Advertisement -

તેના બદલે, નવું ગ્રીડ, સેના, નૌસેના અને વાયુસેનાના સંયુક્ત હવાઈ સંરક્ષણ કેન્દ્રો (JADCS) સાથે જોડાયેલું હશે અને એક સ્થાયી ડેડિકેટેડ ડ્રોન-વિરોધી નેટવર્ક તરીકે કાર્ય કરશે.

ડ્રોન વિરોધી સિસ્ટમને એક સાથે એકીકૃત કરશે

અધિકારીઓએ આ ગ્રીડ અંગે માહિતી આપતા કહ્યું કે આ ગ્રીડ છેલ્લા ૫ થી ૬ વર્ષમાં સેનાની ત્રણેય સેવાઓ પાસે રહેલી ડ્રોન-વિરોધી પ્રણાલીઓને એકીકૃત કરશે, જેનાથી વાસ્તવિક સમયની દેખરેખ અને ઓછી ઊંચાઈ વાળા તેમજ માનવરહિત હવાઈ જોખમો પર તરત જ પ્રતિક્રિયા આપવી સંભવ બનશે.

- Advertisement -

ઓપરેશન સિંદૂર પછી એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવામાં લાગ્યું ભારત

જણાવી દઈએ કે પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કી અને ચીની ડ્રોનથી ભારતના નાગરિક અને સૈન્ય મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સેનાની એર ડિફેન્સ યુનિટ્સ દ્વારા આ હુમલાઓને દરેક વખતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને, L-70 અને ZU-23 ગન્સ દ્વારા નાના ડ્રોનને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

રાજનાથ સિંહે એર ડિફેન્સ સિસ્ટમ અંગે કહી હતી મોટી વાત

રક્ષામંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં DRDO ના મુખ્યાલયના ૬૮મા સ્થાપના દિવસના અવસર પર પોતાની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આ પહેલને લાગુ કરવામાં DRDO એક મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે DRDO ને આગામી દાયકામાં હવાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને વાયુ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. DRDO આગામી વર્ષોમાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

- Advertisement -
Share This Article