Indian Railway: લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટની બ્રેક આપવી અસંભવ, રેલવેની પ્રતિક્રિયા

Arati Parmar
2 Min Read

Indian Railway: ઈન્ડિયન રેલવેએ લોકો પાયલટ્સની લાંબા સમયથી પડતર માગ ફગાવી દીધી છે, જેમાં ડ્યૂટી દરમિયાન જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાની વાત કહી હતી. રેલવેએ તેના માટે એક હાઈ લેવલ કમિટી બનાવી હતી. આ કમિટીએ ભલામણ કરી કે,  લોકો પાયલટ્સને લંચ અને ટોઇલેટ બ્રેક આપવા માટે નિયમો બનાવવા વ્યવહારીક રીતે સંભવ નથી.

એક અહેવાલ પ્રમાણે રેલવે બોર્ડે આ કમિટીની ભલામણ પર સહમતિ આપી દીધી છે. આ નિર્ણય દેશરમાં વધતી જતી રેલવે દુર્ઘટનાઓ વચ્ચે લેવામાં આવ્યો છે, જેમાં મોટા ભાગે માનવીય ભૂલોને કારણ બતાવવામાં આવી રહી છે.

- Advertisement -

હાઈ સ્પીડ લિમિટ વધારવામાં આવી

રેલવેએ હાઈ સ્પીડ ટ્રેનોની લિમિટ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરી દીધી છે. રેલવે બોર્ડના પાંચ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને રેલવેની રિસર્ચ બ્રાન્ચ – રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO)ની મલ્ટી ડિસીપ્લિનરી કમિટીએ તેની ભલામણ કરી છે. કમિટીએ 200 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ અંતરે દોડતી મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (MEMU) ટ્રેનોમાં એક સહાયક લોકો પાયલટ તહેનાત કરવાની ભલામણ પણ કરી છે.

Share This Article