ઝારખંડ વિધાનસભા વિશેષ સત્ર: હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો, તરફેણમાં 45 મત

Reena Brahmbhatt
1 Min Read

રાંચી, 8 જુલાઇ. હેમંત સોરેને સોમવારે ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ધારાસભ્ય પક્ષના નેતા હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો છે.

આ દરમિયાન ભાજપનો હોબાળો ચાલુ રહ્યો હતો. હંગામો મચાવતા ભાજપના ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

- Advertisement -

zarkhand vidhansabha

81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 45 અને વિરુદ્ધમાં શૂન્ય મત પડ્યા હતા. પ્રસ્તાવની તરફેણમાં ઝારખંડ મુક્તિ મોરચાના 27, કોંગ્રેસ તરફથી 17, રાષ્ટ્રીય જનતા દળના એક અને સીપીઆઈ ધારાસભ્યના એક મત પડ્યા હતા.

- Advertisement -

હાંકી કાઢવામાં આવેલા જેએમએમ નેતાઓ ચમરા લિન્ડા અને લોબિન હેમબ્રામે પણ સરકારને ટેકો આપ્યો હતો. જે.પી.પટેલ ગેરહાજર રહ્યા હતા. સરયુ રાય તટસ્થ રહ્યા. વિપક્ષની મહેનત વચ્ચે વિશ્વાસ મતની તરફેણમાં 45 મત પડ્યા હતા.

Share This Article