Justice Nagarathna Federalism Constitution: કેન્દ્ર-રાજ્ય સંબંધો પક્ષપાતી રાજનીતિથી નહીં, બંધારણથી નક્કી થશે, જસ્ટિસ નાગરત્નાએ કેમ કહી આ વાત?

Arati Parmar
2 Min Read

Justice Nagarathna Federalism Constitution: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ શનિવારે કેન્દ્ર-રાજ્ય સંબંધો પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે સંઘીય માળખું બંધારણ દ્વારા સંચાલિત થાય છે, નહીં કે એ આધારે કે કેન્દ્ર અને રાજ્યોમાં કયા પક્ષની સરકાર છે. પટનામાં આયોજિત પ્રથમ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સ્મૃતિ વ્યાખ્યાનમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્રએ રાજ્યોને ‘અધીન’ નહીં, પરંતુ ‘સમકક્ષ એકમો’ તરીકે જોવા જોઈએ.

ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટીમાં ‘કોન્સ્ટિટ્યુશનલિઝમ બિયોન્ડ રાઈટ્સઃ વ્હાય સ્ટ્રક્ચર મેટર્સ’ વિષય પર બોલતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે રાજ્ય સરકારો બંધારણમાં નિર્ધારિત સીમાઓને છોડીને કેન્દ્રને આધીન નથી. તેથી સત્તામાં રહેલા રાજકીય પક્ષોના આધારે તેમની સાથે અલગ વ્યવહાર કરી શકાય નહીં.

- Advertisement -

આ મહત્વની વાતો પણ કહી…

  • કેન્દ્ર-રાજ્ય સંબંધો પક્ષપાતી રાજનીતિથી નહીં, બંધારણથી નક્કી થશે.

  • રાજ્યોને અધીન નહીં, સમકક્ષ એકમોની જેમ જોવામાં આવે.

  • વિકાસ અને શાસનમાં કોઈ રાજ્યના નાગરિકો સાથે ભેદભાવ નહીં.

‘વહીવટી નિર્ણયોમાં ભેદભાવ ન થઈ શકે’

તેમણે કહ્યું કે કેન્દ્ર-રાજ્ય સંબંધો બંધારણીય શાસનના દાયરામાં આવે છે અને તેમાં પક્ષપાતી મતભેદો કે વૈચારિક અસંમતિને અલગ રાખવી પડશે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે કોઈપણ રાજ્યના નાગરિકો સાથે વિકાસ યોજનાઓ કે વહીવટી નિર્ણયોમાં ભેદભાવ ન થઈ શકે. રાજ્યો પ્રત્યે ‘પિક એન્ડ ચૂઝ’ (પસંદગીનો) અભિગમ સંઘીય વ્યવસ્થાની ભાવનાની વિરુદ્ધ છે.

‘રાજકીય શક્તિ કોઈ એક કેન્દ્રમાં કેન્દ્રિત ન થઈ શકે’

બંધારણમાં સત્તાની વહેંચણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકીય શક્તિ કોઈ એક કેન્દ્રમાં કેન્દ્રિત થઈ શકતી નથી. સંઘીય માળખું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અધિકારોનું સંતુલન બનાવે છે, જેનાથી જવાબદારી અને સંવેદનશીલ શાસન સુનિશ્ચિત થાય છે.

- Advertisement -

શબરીમાલા મંદિર મામલે બંધારણીય બેંચ કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટની નવ-સભ્યોની બંધારણીય બેંચ કેરળના શબરીમાલા મંદિર સહિત વિવિધ ધર્મોમાં અને ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથેના ભેદભાવ સંબંધિત અરજીઓ પર અંતિમ સુનાવણી સાત એપ્રિલથી શરૂ કરશે.

સુપ્રીમ કોર્ટની 7 એપ્રિલની યાદી મુજબ નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના, ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ, ન્યાયમૂર્તિ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ, ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર, ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, ન્યાયમૂર્તિ પ્રસન્ના બી. વરાલે, ન્યાયમૂર્તિ આર. મહાદેવન અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી સામેલ હશે.

- Advertisement -
Share This Article