Karnataka High Court: બીજી મહિલા સાથે લિવ-ઈનમાં રહેવું એ લગ્ન નથી… ન્યાય માંગવા ગયેલી પત્નીને કર્ણાટક HCનો મોટો આંચકો

Arati Parmar
2 Min Read

Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટમાં પતિના ગેરકાયદે સંબંધોને લઈને ન્યાય માંગવા ગયેલી પત્નીને આંચકો લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે પત્નીના હોવા છતાં અન્ય મહિલા સાથે રહેવું તેને ‘બિગેમી’ (Bigamy) એટલે કે દ્વિ-પત્નીત્વ (બીજા લગ્ન) કહી શકાય નહીં. હાઈકોર્ટે આ સાથે જ બીજી મહિલા અને તેના બાળકો વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને પણ રદ કરી દીધી છે.

કાયદેસરના લગ્ન વિના ફોજદારી કેસ ન બની શકે – કોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, માત્ર કોઈ ગેરકાયદે સંબંધ અથવા બીજી મહિલા સાથે રહેવાને IPC ની કલમ 494 હેઠળ ‘લગ્ન’ માની શકાય નહીં અને તેથી તેને બિગેમી (પતિ/પત્નીના જીવિત હોવા છતાં બીજા લગ્ન કરવા) નો ગુનો પણ કહી શકાય નહીં. ફરિયાદ કરનાર પત્નીના જણાવ્યા અનુસાર, તેના પતિના અનેક ગેરકાયદે સંબંધો હતા. પત્નીએ આ જ આધારે બિગેમીનો આરોપ લગાવ્યો હતો, પરંતુ અદાલતે સ્પષ્ટપણે કહ્યું કે માત્ર સાથે રહેવું અથવા “ગેરકાયદે સંબંધ” એ કાયદેસર રીતે લગ્ન બનાવતા નથી. IPC ની કલમ 494 ત્યારે જ લાગુ થાય છે જ્યારે વાસ્તવિક રીતે કાયદેસરના બીજા લગ્ન કરવામાં આવ્યા હોય. કાયદેસરના લગ્ન વિના ફોજદારી કેસ બની શકતો નથી. આ જ આધારે હાઈકોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી ફોજદારી કાર્યવાહીને ક્વોશ (રદ) કરી દીધી છે.

- Advertisement -

સાબિત કરો કે પતિએ બીજા લગ્ન કર્યા છે

ફરિયાદમાં પત્નીએ તે મહિલાનું નામ પણ આપ્યું હતું, જે કથિત રીતે તેના પતિ સાથે બિગેમી (બીજા લગ્ન જેવા સંબંધો) માં રહી રહી હતી. આ ફરિયાદના આધારે મૈસુરુની ટ્રાયલ કોર્ટમાં કેસ આગળ વધ્યો. રસપ્રદ વાત એ છે કે, ફરિયાદ કરનાર પત્નીએ પોતાના બાળકો પર પણ આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમના પિતા અને બીજી મહિલા વચ્ચે ચાલી રહેલા ગેરકાયદે સંબંધો પર ચૂપ રહ્યા.

હાઈકોર્ટે કહ્યું કે એ જરૂરી હતું કે ફરિયાદ પક્ષ (પત્ની) એ સાબિત કરે કે આરોપી નંબર 1 એ આરોપી નંબર 4 સાથે લગ્ન કર્યા છે. માત્ર સાથે રહેવાને લગ્ન માની શકાય નહીં, અને તેથી IPC ની કલમ 494 નો ગુનો પણ સાબિત થતો નથી. બેંગલુરુ સ્થિત ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સંજ્ઞાન લેવાનો આદેશ કાયદેસર રીતે યોગ્ય ન હતો અને તેથી તેને રદ કરવામાં આવે છે.

- Advertisement -
Share This Article