Loksabha Session: લોકસભામાં ભાષા અને શિક્ષણ નીતિ પર હંગામો, મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન રેકોર્ડમાંથી હટાવ્યું!

Arati Parmar
2 Min Read

Loksabha Session: બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત સાથે જ સોમવારે લોકસભામાં નવી શિક્ષણ નીતિ અને ત્રણ ભાષા નીતિ મુદ્દે ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાને તમિલનાડુ સરકાર પર પ્રજાને શિક્ષણ નીતિ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. બીજી બાજુ ડીએમકેએ પણ પ્રધાન પર તમિલનાડુનું અપમાન અને ફંડ અટકાવવાનો આરોપ મૂક્યો હતો. ડીએમકે સાંસદોએ પ્રધાનના આરોપોનો વિરોધ નોંધાવતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

શું હતો મામલો

- Advertisement -

પ્રશ્નકાળ દરમિયાન પ્રધાને ડીએમકે સરકાર પર નેશનલ એજ્યુકેશન પોલિસીનો વિરોધ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, એક સમય હતો, જ્યારે તમિલનાડુ સરકાર કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસીના એમઓયુ પર હસ્તાક્ષર કરવા તૈયાર હતી. તમિલનાડુના શિક્ષણ મંત્રી સાથે અમુક સભ્ય અમારી પાસે આવ્યા હતાં. તેમણે સહમતિ દર્શાવી હતી. પણ અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કારણકે, તેઓ ભવિષ્યમાં મુખ્યમંત્રી બનવા માગે છે. વર્તમાન મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રમાણિક નથી.

- Advertisement -
Share This Article