Mahashivratri 2026 Isha Foundation: 33માં મહાશિવરાત્રિ ઉત્સવમાં ભવ્ય ‘ભારત ભૂષણ એવોર્ડ’ની શરૂઆત, રાજનાથ સિંહે કર્યું સન્માન

Arati Parmar
3 Min Read

Mahashivratri 2026 Isha Foundation: મહાશિવરાત્રિના અવસર પર તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત ઈશા યોગ કેન્દ્રમાં 33માં મહાશિવરાત્રિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આધ્યાત્મિક ગુરુ સદગુરુના નેતૃત્વમાં થતો આ કાર્યક્રમ દેશ-વિદેશમાં જોવામાં આવતા મોટા આધ્યાત્મિક આયોજનોમાં ગણાય છે. આ વર્ષના ઉત્સવમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ થયા. રાતભર ચાલનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી નોંધાઈ.

રક્ષામંત્રી રાજનાથ સિંહે મહાશિવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે તેઓ ઈશા યોગ કેન્દ્રના સમારોહમાં સામેલ થવા માટે ઉત્સાહિત છે. તેઓ સાંજે કોઈમ્બતુર પહોંચ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ઈશા યોગ કેન્દ્ર ગયા. આ આયોજનને રાષ્ટ્રીય સ્તરની મહત્વની આધ્યાત્મિક સભા તરીકે જોવામાં આવી રહ્યું છે.

- Advertisement -

સદગુરુએ શરૂ કર્યો ‘ભવ્ય ભારત ભૂષણ એવોર્ડ’
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવે ‘ભવ્ય ભારત ભૂષણ એવોર્ડ’ની શરૂઆત કરી છે. આ પુરસ્કાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, વ્યવસાય, કળા, રમતગમત, સમાજ કલ્યાણ, વિજ્ઞાન અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. સદગુરુએ કહ્યું કે આ એવોર્ડનો ઉદ્દેશ્ય સમાજમાં પ્રેરણા ફેલાવવાનો છે.

શિવ સત્ય અને અનંતના પ્રતીક- રાજનાથ સિંહ
આદિયોગી પ્રતિમા સામે શ્રદ્ધાળુઓને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ભગવાન શિવ આદિ, અનંત અને શાશ્વત છે. જે સત્ય છે તે જ શિવ છે. તેમણે વેલ્લિયાંગિરી પહાડીઓને દક્ષિણનું કૈલાશ ગણાવ્યું. રક્ષામંત્રીએ ભારતની અવકાશ સિદ્ધિઓ (ચંદ્રયાન, આદિત્ય-L1) ને પ્રાચીન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની આધુનિક અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે જ્યારે આપણે અવકાશમાં ઉપગ્રહ મોકલીએ છીએ, ત્યારે આપણે આપણી વૈજ્ઞાનિક સંસ્કૃતિને પણ મજબૂત કરીએ છીએ.

- Advertisement -

રાષ્ટ્રીય સુરક્ષા પર બોલતા તેમણે કહ્યું કે અસલી સુરક્ષા સશક્ત રાષ્ટ્રીય ચેતનાથી આવે છે. નિડર સમાજ જ મજબૂત રાષ્ટ્ર બનાવે છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા માટે વાયુસેના, નૌકાદળ અને ભૂમિસેનાની ત્રણ કમાન્ડને પણ સન્માનિત કરવામાં આવી.

ડિંડીગુલમાં 1008 શિવલિંગો પર વિશેષ પૂજા
તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં 1008 શિવલિંગો માટે વિશેષ ‘નાંગુ કાલા’ (ચાર કાળ) પૂજા યોજાઈ, જેમાં હજારો ભક્તો ઉમટ્યા. બીજી તરફ ઈશા ફાઉન્ડેશનમાં અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી અને સંગીતકાર સલીમ મર્ચન્ટે હાજરી આપી અને આ અનુભવને દિવ્ય અને જાદુઈ ગણાવ્યો.

- Advertisement -

ચુસ્ત સુરક્ષા અને કાર્યક્રમો
ભારે ભીડને કારણે કોઈમ્બતુરમાં 7,000 પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. ઉત્સવની શરૂઆત પંચ ભૂત ક્રિયા અને લિંગ ભૈરવી મહાયાત્રા સાથે થઈ. આખી રાત ભક્તિ, ધ્યાન અને સંગીતના કાર્યક્રમો ચાલતા રહેશે, જેનું વિશ્વભરમાં લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે.

Share This Article