મોદીએ ભારતીય મહિલા ટીમની ખો-ખો વર્લ્ડ કપ જીતને ઐતિહાસિક ગણાવી
નવી દિલ્હી, ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ જીતથી ભારતની સૌથી જૂની પરંપરાગત રમતોમાંની એક રમત વધુ પ્રખ્યાત થઈ છે.
રવિવારે અહીં રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે નેપાળ સામે 78-40 થી શાનદાર જીત મેળવી હતી.
મોદીએ ‘X’ પર લખ્યું, “ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. આ ઐતિહાસિક વિજય તેમના અજોડ કૌશલ્ય, દૃઢ નિશ્ચય અને ટીમવર્કનું પરિણામ છે.”
તેમણે કહ્યું કે આ જીતે ભારતની સૌથી જૂની પરંપરાગત રમતોમાંની એકને વધુ પ્રસિદ્ધિ આપી છે અને તે દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આશા છે કે આ સિદ્ધિ આગામી સમયમાં વધુ યુવાનોને આ રમત અપનાવવાનો માર્ગ મોકળો કરશે.

