Delhi Encounter: દિલ્હી રોહિણીમાં એન્કાઉન્ટર દરમિયાન બિહારના ચાર કુખ્યાત ગુનેગારો ઠાર, ચૂંટણી પહેલા ફેલાવવાના હતા દહેશત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Delhi Encounter: દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવારે (23 ઓક્ટોબર) મોડી રાત્રે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જેમાં બિહારમાંથી વોન્ટેડ ચાર કુખ્યાત બદમાશોને પોલીસે ઠાર મારી દીધા છે. આ ઓપરેશન દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આરોપીઓ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા.

બહાદુર શાહ માર્ગ પર ગોળીબાર

- Advertisement -

આ એન્કાઉન્ટર 22 અને 23 ઓક્ટોબરની મધ્યરાત્રિએ લગભગ 2:20 વાગ્યે થયો હતો. આ અથડામણ બહાદુર શાહ માર્ગ પર ડૉ. આંબેડકર ચોકથી લઈને પંસાલી ચોક સુધી ચાલી હતી. પોલીસ અને આરોપીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો, જેમાં ચારેય આરોપીઓને ગોળી વાગી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રોહિણી સ્થિત ડૉ. BSA હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક બદમાશોની ઓળખ:

- Advertisement -

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઓળખ 25 વર્ષીય રંજન પાઠક, 25 વર્ષીય બિમલેશ મહતો ઉર્ફે બિમલેશ સાહની, 33 વર્ષીય મનીષ પાઠક અને 21 વર્ષીય અમન ઠાકુરનો સમાવેશ થાય છે.  રંજન, બિમલેશ અને મનીષ ત્રણેય બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતા, જ્યારે અમન ઠાકુર દિલ્હીના કરવાલ નગરના શેરપુર ગામનો હતો.

‘સિગ્મા એન્ડ કંપની’ના નામથી કુખ્યાત

- Advertisement -

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ચારેય આરોપીઓ બિહારમાં અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. કહેવાય છે કે આ ગેંગ ‘સિગ્મા એન્ડ કંપની’ના નામથી કુખ્યાત હતી અને તેનો સરદાર રંજન પાઠક હતો. આ ગેંગ નેપાળથી લઈને બિહાર સુધી સક્રિય હતી.

પોલીસે જણાવ્યું કે, રંજન પાઠક એ જ આરોપી છે જેણે સીતામઢીમાં એક જાણીતી હત્યા બાદ મીડિયાકર્મીઓને પોતાનો બાયોડેટા મોકલ્યો હતો. તાજેતરમાં બિહાર પોલીસને આ ગેંગનો એક ઓડિયો કૉલ મળ્યો હતો, જેના દ્વારા ખુલાસો થયો હતો કે આ ગુંડાઓ બિહારની ચૂંટણી પહેલા રાજ્યમાં ગભરાટ ફેલાવવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસ લાંબા સમયથી આ ગેંગની તલાશમાં હતી.

Share This Article