Delhi air pollution AQI: દિવાળી બાદ દિલ્હીમાં હવા બની ઝેરી, AQI 400 પાર કરીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Delhi air pollution AQI: દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઝડપથી વધારો થયો છે અને રાજધાની દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દિવાળીની રાત્રે વધુ પડતા પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવાથી હવા ગૂંગળાવી દે તેવી બની ગઈ છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે.

AQI અત્યંત ખરાબ શ્રેણીમાં

- Advertisement -

દિલ્હીમાં AQI અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા 22થી 24 ઓક્ટોબર દરમિયાન હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં જ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક-બે અપવાદરૂપ સ્થળોને બાદ કરતાં, દિલ્હીના લગભગ તમામ શહેરોમાં AQI 300થી 400ની વચ્ચે જળવાઈ રહ્યો છે અને કેટલાક સ્થળોએ તો AQI 400ની સપાટી પણ પાર કરી ગયો છે.

કયા વિસ્તારોમાં AQI 400ને પાર? 

- Advertisement -

પંજાબી બાગ અને વજીરપુર બંને જગ્યાએ 22 ઓક્ટોબરે AQI સ્તર 400ને પાર છે, જ્યાં પંજાબી બાગનો AQI 433 છે અને વજીરપુરનો 401 નોંધાયો છે. આ વિસ્તારો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે.

આનંદ વિહારનો AQI-360, અશોક વિહારનો 382, બવાનાનો 380, બુરારી ક્રોસિંગનો 360, મથુરા રોડનો 351, દ્વારકા સેક્ટર 8નો 353, દિલશાદ ગાર્ડનનો 382, ITOનો 361, જહાંગીરપુરીનો 365, જવાહર લાલ નહેરુ સ્ટેડિયમનો 351, નેહરુ નગરનો 398, નોર્થ કેમ્પસનો 357, ઓખલા ફેઝ 2નો 353, પાટપડગંજનો 357, પૂસાનો 355, RK પુરમ અને રોહિણીનો 379, વિવેક વિહારનો 361 છે. આ તમામ વિસ્તારો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે.

- Advertisement -

ખરાબ શ્રેણી (300થી ઉપર, પરંતુ 350થી ઓછો): 

આયા નગરનો AQI 348, ચાંદની ચોકનો 339, કર્ણી સિંહનો 328, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમનો 334, મંદિર માર્ગનો 343, નજફગઢનો 303, નરેલાનો 334, શાદીપુરનો 320, સીરીફોર્ટનો 328, સોનિયા વિહારનો 347, અરવિંદો માર્ગનો AQI 321 છે. આ વિસ્તારોની હવા ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં છે અને આ તમામ વિસ્તારો રેડ ઝોનમાં છે.

રાહતરૂપ વિસ્તારો

ફક્ત IGI એરપોર્ટનો AQI 275, DTUનો 236, લોધી રોડનો 244 છે. આ માત્ર ત્રણ વિસ્તારો એવા છે જ્યાં AQI 300થી ઓછો છે. જોકે, આ વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ‘ખરાબ’ ગણાય છે.

પ્રદૂષણ વધવા પાછળનું કારણ

દિવાળી પછી પ્રદૂષણમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ ફટાકડાની સાથે પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા પણ ફોડ્યા હોવાનું જણાય છે, જેના કારણે પ્રદૂષણમાં વધુ વધારો થયો છે.

Share This Article