મોદીએ અડવાણી-જોશીના આશીર્વાદ લીધા

Reena Brahmbhatt
1 Min Read
New Delhi: BJP leader Narendra Modi meets senior party leader L.K. Advani after he was elected as the leader of the NDA Parliamentary Party, in New Delhi, Friday, June 7, 2024. (PTI Photo)(PTI06_07_2024_000260A)

નવી દિલ્હી, તા. 7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સતત ત્રીજીવાર સરકાર રચવાનો દાવો કરતાં પહેલાં ભાજપના દિગ્ગજ નેતાઓ એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમને તેમના નિવાસસ્થાને મળી આશીર્વાદ લીધા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સંસદીય દળના નેતા, ભાજપ સંસદીય દળના નેતા અને લોકસભામાં ભાજપના નેતા તરીકે પસંદ થયા બાદ તરત જ મોદીએ અડવાણીની મુલાકાત લીધી હતી.

modi and murli manohar joshi

- Advertisement -

અડવાણીને મળ્યા બાદ તેઓ ભાજપના પૂર્વ અધ્યક્ષ જોશીના ઘરે ગયા હતા. મોદીએ `એક્સ’ પર પોસ્ટમાં કહ્યું, અડવાણીજીના નિવાસસ્થાને ગયા અને તેમના આશીર્વાદ માગ્યા.

Share This Article