મોદીનું ગુજરાતમાં 15મીએ આગમન અને ત્રણ દિ’નું રોકાણ

Reena Brahmbhatt
1 Min Read
Prime Minister Narendra Modi. (File Photo: IANS)

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં ગુજરાતથી ભુવનેશ્વર જવાં રવાના થશે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મોદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, વડાપ્રધાન 15મી સપ્ટેમ્બરે 4-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા પછી તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જશે, જ્યાં તેઓ નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે. પીએમ મોદી ગાંધીનગર રાજભવનમાં રાત્રિ-રોકાણ કરશે.આ સાથે જ તેઓ રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ કરશે.

PM Modi New Car 1

- Advertisement -

16મીએ વડાપ્રધાન મહાત્મા મંદિરમાં સવારે 10:00 વાગ્યે ચોથી ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે અને બપોરે 12:00 કલાકે રાજ ભવન પરત આવશે. આ સાથે 1.30 વાગ્યે તેઓ ગાંધીનગર મેટ્રોને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. પીએમ મોદી ગાંધીનગર સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરશે. બપોરે 3.30 કલાકે જીએમડીસી કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. જ્યારે સાંજે સાંજે 6 વાગ્યે રાજભવન પરત જશે. 17 સપ્ટેમ્બરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે ગુજરાતથી ભુવનેશ્વર જવા રવાના થશે.

- Advertisement -
Share This Article