મુંબઈ, 30 નવેમ્બર, શનિવારે બપોરે મહારાષ્ટ્રના મુંબઈ જિલ્લામાં કુર્લા પૂર્વમાં MSRTC બસ ડેપોની બહાર પાણીથી ભરેલા ખાડામાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.
નહેરુ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે બાળકની ઓળખ ઉજ્જવલ સિંહ તરીકે થઈ છે. તે નજીકની મિલનનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો.
આ ઘટનાથી ગુસ્સે થઈને, રહેવાસીઓએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના મેનેજમેન્ટ અને બસ ડેપોની બહાર ખાડો ખોદનાર કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી હતી.
અધિકારીએ કહ્યું કે આ ઘટના સંદર્ભે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

