Mamata Banerjee On New Waqf Act: મમતા બેનરજીનું વિવાદાસ્પદ નિવેદન, વક્ફ જમીન પર હિન્દુઓ રહે છે, મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત

Arati Parmar
2 Min Read

Mamata Banerjee On New Waqf Act: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં વક્ફ કાયદા મુદ્દે વિશાળ ઈમામ સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં વક્ફ કાયદાનો વિરોધ કરવાની સાથે નાયડૂ અને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. વક્ફની જમીન પર હિન્દુઓ પર રહેતાં હોવાનું નિવેદન આપતાં મુર્શિદાબાદમાં થયેલી હિંસાને વધારી-ચડાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ મૂક્યો હતો.

મમતા બેનરજીએ જણાવ્યું કે, હિન્દુઓએ સામાજિક કલ્યાણ માટે વક્ફને સંપત્તિ દાન કરી હતી. આજે અનેક સ્થળો પર વક્ફ સંપત્તિઓ પર હિન્દુ પરિવાર વસી રહ્યા છે. ભાજપે સ્ટેટ વક્ફ બોર્ડ તોડવા અને તેનું નિયંત્રણ પોતાના હાથમાં લીધુ છે. દેશમાં તમારી પાસે સંપૂર્ણ બહુમત નથી. તેમ છતાં તમે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે.

- Advertisement -
Share This Article