Naxal Free India 2026: ક્યારેક ૬૧ જિલ્લાઓ સુધી ફેલાયો હતો ‘લાલ આતંક’, હવે ૫ માં સમેટાયો… ૭ વર્ષમાં આ રીતે થયો નક્સલીઓનો ‘The End’

Arati Parmar
4 Min Read

Naxal Free India 2026: ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગે એકવાર કહ્યું હતું- ‘એક ચિંગારી આખા જંગલમાં આગ લગાડી દે છે.’ ભારતમાં પણ નક્સલવાદની આ ચિંગારી મે ૧૯૬૭માં પશ્ચિમ બંગાળના સિલિગુડી જિલ્લામાં આવતા નક્સલબારી ગામમાં ઉઠી હતી. ત્યારે આદિવાસી ખેડૂતોએ જમીનદારો સામે હથિયાર ઉઠાવ્યા હતા. આ એ લોકો હતા જેઓ માઓની વિચારધારાને માનતા હતા. નક્સલબારીથી નીકળેલી આ ચિંગારી જોતજોતામાં દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ગઈ અને આ રીતે ભારતમાં ‘નક્સલવાદ’ કે ‘માઓવાદ’ની શરૂઆત થઈ.

આજથી લગભગ ૪૯ વર્ષ પહેલા એક ચિંગારીથી ભડકેલી આગ હવે લગભગ બુઝાઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશને નક્સલ મુક્ત કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૨૬ રાખી છે. હવે તેમાં માત્ર ૪૦ દિવસ જ બાકી છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં નક્સલવાદ સામે એટલું તેજ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે કે હવે ભારત લગભગ નક્સલ મુક્ત થઈ ગયું છે.

- Advertisement -

બિહાર પણ હવે નક્સલ મુક્ત

બિહાર પણ એ રાજ્યોમાં હતું જેના ડઝનબંધ જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા. હવે બિહાર સંપૂર્ણપણે નક્સલ મુક્ત થઈ ગયું છે. બિહારમાં બુધવારે ૩ લાખના ઇનામી નક્સલી સુરેશ કોડાએ સરન્ડર કરી દીધું. સુરેશ કોડા ૬૦ કેસોમાં આરોપી હતો અને ૨૫ વર્ષથી ફરાર હતો. મુંગેરના DIG રાકેશ કુમારે જણાવ્યું કે બિહારમાં પહેલા નક્સલ પ્રભાવિત ૨૩ જિલ્લા હતા પરંતુ હવે એક પણ નથી. સુરેશ કોડા છેલ્લો નક્સલી હતો, જેણે બુધવારે સરન્ડર કરી દીધું.

વર્ષ ૨૦૧૨માં બિહારના ૨૩ જિલ્લા નક્સલ પ્રભાવિત હતા. ૭૦ના દાયકામાં બિહારમાં નક્સલવાદ ઝડપથી વધ્યો, ખાસ કરીને મધ્ય બિહારના જિલ્લાઓમાં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળોના ઓપરેશનથી નક્સલવાદની કમર ઝડપથી તૂટી. ૨૦૨૫માં બિહારમાં એક પણ નક્સલી ઘટના બની નથી.

- Advertisement -

૭ વર્ષમાં આ રીતે થયો નક્સલીઓનો ‘The End’

કેન્દ્ર સરકાર નક્સલવાદ કે માઓવાદને ‘ડાબેરી ઉગ્રવાદ’ કહે છે. ૩ ફેબ્રુઆરીએ સંસદમાં ગૃહ મંત્રાલયે આ અંગે કેટલીક જાણકારી અને આંકડા રજૂ કર્યા હતા. તેમાં જણાવ્યું હતું કે ૨૦૧૯થી અત્યાર સુધી નક્સલવાદ કેવી રીતે ખતમ થતો ગયો. ૨૦૧૯ સુધી દેશના ૯ રાજ્યોના ૬૧ જિલ્લાના ૨૪૫ પોલીસ સ્ટેશનો સુધી નક્સલવાદ ફેલાયેલો હતો. જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં માત્ર બે રાજ્યોના ૫ જિલ્લા અને ૧૧ પોલીસ સ્ટેશન જ નક્સલ પ્રભાવિત બાકી રહ્યા હતા.

આ ૭ વર્ષમાં ૭,૪૦૯ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ૫,૮૮૦ નક્સલીઓએ સરન્ડર કરી દીધું. સરકારે જણાવ્યું હતું કે ૨૦૧૯ સુધી આંધ્રપ્રદેશના ૨, બિહારના ૧૪, છત્તીસગઢના ૧૨, ઝારખંડના ૧૬, કેરળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ૨-૨, ઓડિશાના ૮ અને તેલંગાણાના ૩ જિલ્લા નક્સલ પ્રભાવિત હતા. હવે માત્ર છત્તીસગઢના ૩ અને ઝારખંડના ૨ જિલ્લા જ નક્સલ પ્રભાવિત છે.

- Advertisement -

કેવી રીતે નક્સલ ફ્રી થયું ઇન્ડિયા?

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નક્સલી ઘટનાઓ અને તેમાં શહીદ થનારા સુરક્ષા દળો અને નાગરિકોના મોતના આંકડામાં મોટો ઘટાડો આવ્યો છે.

  • ૨૦૦૪ થી ૨૦૧૪: ૧૬,૪૬૩ નક્સલી ઘટનાઓ, ૧,૮૫૧ જવાન શહીદ અને ૪,૭૬૬ લોકોના મોત.

  • ૨૦૧૪ થી ૨૦૨૪: ૭,૭૪૪ નક્સલી ઘટનાઓ, ૫૦૯ જવાન શહીદ અને ૧,૪૯૫ લોકોના મોત. (ઘટનાઓમાં ૫૩% નો ઘટાડો).

  • વર્ષ ૨૦૨૫: સૌથી સફળ વર્ષ રહ્યું, જેમાં ૨૭૦થી વધુ નક્સલીઓને ઠાર કરાયા, ૧૦૦૦થી વધુની ધરપકડ થઈ અને ૨,૩૩૭ નક્સલીઓએ સરન્ડર કર્યું.

અને આ બધું થયું કેવી રીતે?

કેન્દ્ર સરકારે ૨૦૧૪-૧૫ પછી લગભગ ૩,૬૮૨ કરોડ રૂપિયાનું ફંડ નક્સલ પ્રભાવિત રાજ્યો માટે જાહેર કર્યું. આનો ઉપયોગ સુરક્ષા દળોની ટ્રેનિંગ, સરન્ડર કરનારા નક્સલીઓના પુનર્વસન અને વળતર આપવા માટે કરવામાં આવે છે.

  • સરન્ડર પોલિસી: મોટા નક્સલીઓને સરન્ડર કરવા પર ૫ લાખ અને નાના નક્સલીઓને ૨.૫ લાખની મદદ મળે છે. હથિયાર સોંપવા પર પણ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. સાથે જ ૩ વર્ષ સુધી ટ્રેનિંગ અને દર મહિને ૧૦ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ મળે છે.

  • વિકાસ કાર્યો: જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં આ વિસ્તારોમાં ૧૫ હજાર કિમીના રસ્તા, ૯,૨૩૩ મોબાઈલ ટાવર, ૪૬ ITI, ૪૯ સ્કિલ સેન્ટર અને ૧૭૯ એકલવ્ય મોડેલ સ્કૂલ ખુલી છે. આ ઉપરાંત ૬,૦૨૫ પોસ્ટ ઓફિસ અને ૧,૮૦૪ બેંક બ્રાન્ચ પણ કાર્યરત થઈ છે.

Share This Article