Nepal Flood: મુશ્કેલીમાં નેપાળ સાથે ખભેખભો મિલાવીને ઊભું રહ્યું ભારત, સૌથી પહેલાં પહોંચાડી મદદ, IAFએ મોકલ્યું એરક્રાફ્ટ

Arati Parmar
2 Min Read

Nepal Flood: નેપાળમાં પૂરનાં કારણે તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. અત્યાર સુધી 160થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 800થી વધુ લોકો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પૂરનો પ્રભાવ એટલો વ્યાપક છે કે આ દુર્ઘટના બાદથી 133 ભારતીય પ્રવાસીઓ પણ ગુમ છે. આવા મુશ્કેલ સમયમાં ભારત ખભેખભો મિલાવીને સૌથી પહેલાં નેપાળની મદદ માટે આગળ આવ્યું છે.

બચાવ માટે હેલિકોપ્ટર પણ તૈનાત

ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર પોસ્ટ શેર કરીને પાડોશી નેપાળ માટે મોકલવામાં આવી રહેલી મદદ અંગે માહિતી આપી છે. IAFએ પોતાની પોસ્ટમાં લખ્યું કે પાડોશી. મિત્ર. સૌથી પહેલાં મદદ પહોંચાડનાર. નેપાળમાં આવેલા ભયાનક પૂરનાં જવાબમાં IAFએ તાત્કાલિક એક C-130J વિમાન તૈનાત કર્યું છે, જેમાં 10 ટન જરૂરી રાહત સામગ્રી અને તબીબી પુરવઠો મોકલવામાં આવ્યો છે. C-17 અને C-130 વિમાનો દ્વારા વધુ રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે. આ સાથે જ હેલિકોપ્ટરોને બચાવ અને લોકોને સુરક્ષિત બહાર કાઢવાના કાર્યો માટે તૈનાત કરવામાં આવ્યા છે.

- Advertisement -

નેપાળના પૂરમાં અત્યાર સુધી કેટલું નુકસાન?

  • નેપાળના પૂરમાં અત્યાર સુધી 160 લોકોનાં જીવ જઈ ચૂક્યા છે.
  • નેપાળ પોલીસે અત્યાર સુધી 157 મૃતદેહો મેળવી લીધા છે.
  • પૂર બાદથી અત્યાર સુધી 133 ભારતીય પ્રવાસીઓ ગુમ છે.
  • નેપાળના પૂરમાં ઈશા ફાઉન્ડેશનના 77 સભ્યો ચીન બોર્ડર પરથી ગુમ છે.
  • 28 દેશોના 466 વિદેશી નાગરિકો ગુમ હોવાની વાત સામે આવી રહી છે.
  • નેપાળના પૂર બાદથી અત્યાર સુધી 844 લોકો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
  • UP અને Biharના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Share This Article