Netaji Subhas Chandra Bose: નેતાજી સુભાષચંદ્ર બોઝની 81મી પુણ્યતિથિ, તપાસ સમિતિઓના અહેવાલમાં શું આવ્યું, મૃત્યુનું રહસ્ય હજુ કેમ યથાવત?

Arati Parmar
4 Min Read

Netaji Subhas Chandra Bose: 18 ઓગસ્ટ 1945એ ખરેખર થયું શું? નેતાજી બોઝના મૃત્યુ પર તપાસ સમિતિઓના અલગ-અલગ નિષ્કર્ષ જાણો

Netaji Subhas Chandra Bose: આઝાદીના નાયક સુભાષચંદ્ર બોઝની આજે 81મી પુણ્યતિથિ પર દેશ તેમને નમન કરી રહ્યો છે. ફૂલોની માળાઓ અર્પણ કરવામાં આવી રહી છે, પરંતુ દુઃખદ અને નિરાશાજનક વાત એ પણ છે કે આજ સુધી તેમના મૃત્યુ પર રહસ્યનો જે પડદો પડેલો હતો તે આજે પણ પડેલો જ છે. ગુમનામી બાબાની સચ્ચાઈ શું હતી? આ સંદર્ભમાં જોકે ત્રણ-ત્રણ તપાસ સમિતિઓ બની, પરંતુ તેમના નિષ્કર્ષ પણ એક વિવાદ જ રહ્યા. ચાલો આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ પર જાણીએ કે આ ત્રણ તપાસ સમિતિઓના અહેવાલો કયા નિષ્કર્ષ પર પહોંચ્યા.

18 ઓગસ્ટ 1945, ઇતિહાસનો કાળો દિવસ

સરકારી અને ઐતિહાસિક રેકોર્ડ અનુસાર, 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં એક વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. તે સમયે તાઇવાન (તત્કાલીન ફોર્મોસા)ના તાઇહોકુ હવાઈમથક પાસે એક વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હતું. જોકે, તેમના મૃત્યુના કારણો અને આ દુર્ઘટનાને લઈને આજે પણ અનેક પ્રકારના વિવાદો અને રહસ્યો યથાવત છે. પરંતુ સરકારી ફાઇલમાં 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇહોકુ ખાતે જાપાની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેના બાદ ગંભીર રીતે દાઝી જવાથી નેતાજીનું અવસાન થયું હોવાનું જણાવાયું છે. પરંતુ દેશવાસીઓ માટે આ વાત સહેલાઈથી સ્વીકાર્ય બની નહીં. સમયાંતરે તપાસ સમિતિઓ બેસતી રહી અને પોતાના અહેવાલો પણ સરકારને સોંપતી રહી. પરંતુ દેશની જનતા આજે પણ પોતાના આઝાદીના નાયક નેતાજી સુભાષચંદ્ર બોઝને મૃત માનવા તૈયાર નથી. આજે તેમની 81મી પુણ્યતિથિ પર જાણીએ કે કઈ સમિતિએ શું કહ્યું.

- Advertisement -

શાહનવાઝ ખાન સમિતિ (1956)

નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુની સચ્ચાઈ જાણવા માટે વર્ષ 1956માં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ શાહનવાઝ ખાન હતા. આ ત્રણ સભ્યોની સમિતિમાં શાહનવાઝ ખાન ઉપરાંત સુરેશચંદ્ર બોઝ (નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ, સભ્ય) અને એસ.એન. મૈત્રા (સભ્ય) હતા. આ સમિતિએ પોતાના અહેવાલમાં માન્યું હતું કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાન (તાઇહોકુ)માં વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હતું. જોકે, સમિતિના સભ્ય અને નેતાજીના ભાઈ સુરેશચંદ્ર બોઝે આ સાથે અસંમતિ દર્શાવી હતી.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટના બાદ નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમની અસ્થિઓ ટોક્યોના રેન્કોજી મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવી છે, જેને ભારત લાવવામાં આવવી જોઈએ. જોકે, સમિતિના ત્રીજા સભ્ય સુરેશચંદ્ર બોઝે આ અહેવાલ સાથે અસંમતિ દર્શાવી હતી. તેમણે વિમાન દુર્ઘટનાની થિયરીને ફગાવીને અસંમતિનો અહેવાલ પણ આપ્યો હતો.

- Advertisement -

ખોસલા પંચ (1970)

પંજાબ હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જી.ડી. ખોસલાની અધ્યક્ષતામાં એક સભ્યનું પંચ બનાવવામાં આવ્યું હતું. તેણે 1974માં પોતાનો અહેવાલ સોંપ્યો હતો. આ પંચે પણ પોતાની તપાસમાં અગાઉની શાહનવાઝ સમિતિના આ નિષ્કર્ષનું સમર્થન કર્યું હતું કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાન (ફોર્મોસા)માં થયેલી વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હતું. ન્યાયમૂર્તિ ખોસલાએ નેતાજી જીવિત હોવા અથવા અન્ય સ્થળોએ દેખાયા હોવા સાથે જોડાયેલા દાવાઓ અને ષડયંત્રના સિદ્ધાંતોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી અને તેમને આધારવિહોણા તથા રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા.

નેતાજીને ચાહનારા આજે પણ સંશયમાં

પરંતુ દેશનો આજે પણ એક મોટો વર્ગ એ માનવા તૈયાર નથી કે 18 ઓગસ્ટ 1945ના રોજ નેતાજીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ માન્યતા સાથે રહેનારા તેમના પરિજનો અને કેટલાક સંશોધકોનું પણ માનવું છે કે 1945 બાદ પણ નેતાજી જીવિત હતા અને સોવિયેત સંઘ અથવા અન્ય સ્થળોએ રહ્યા હતા. પરંતુ એટલું સ્વીકારે છે કે સશરીર ભલે હવે તેઓ નથી, પરંતુ તેમના હૃદયમાં આજે પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવિત છે અને જીવિત રહેશે.

- Advertisement -
Share This Article