Nishikant Dubey: ભાજપ (BJP) સાંસદ નિશિકાંત દુબેએ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નિશિકાંત દુબેએ કહ્યું કે નહેરુએ શેખ અબ્દુલ્લાની સાથે મળીને 1953 માં ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ધરપકડ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં થયેલા તેમના મૃત્યુના મુખ્ય જવાબદાર હતા. તેમણે આ દરમિયાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીની એક ભૂલના કારણે કેનેડાથી ભારત આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનને હવામાં ખાલિસ્તાની આતંકીએ ઉડાવી દીધું, કુલ 329 લોકો માર્યા ગયા.
શું કહ્યું નિશિકાંત દુબેએ
23 જૂન 1953 આપણા ભાજપ / જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જીનું મૃત્યુ કાશ્મીરમાં રહસ્યમય સ્થિતિમાં જેલમાં થઈ ગયું. જેલ જવાના પ્રથમ કારણ હતા કલમ 370 અને બીજું સૂત્ર એક આ દેશમાં બે નિશાન, બે પ્રધાન, બે બંધારણ નહીં ચાલે. ધરપકડ કોણે કરાવી નહેરુ જીએ શેખ અબ્દુલ્લા જીની સાથે મળીને, આઈબી (IB) નો અહેવાલ કહે છે મૃત્યુના કારણની ખબર નથી, ડૉક્ટર મુખર્જી જીના માતા જી ન્યાયિક તપાસની માંગણી કરતા રહ્યા પરંતુ નહેરુ જીએ પોતાના રાજકીય વિરોધીને રસ્તામાંથી હટાવીને તમામ તપાસ રોકી દીધી, આજે 370 આપણા વડાપ્રધાન જીએ નાબૂદ કરીને 67 વર્ષના સંકલ્પ અને સંઘર્ષને પૂરો કર્યો.
ઇન્દિરા ગાંધીના કારણે ખાલિસ્તાનીએ એર ઇન્ડિયાનું વિમાન ઉડાવ્યું
નિશિકાંત દુબેએ કહ્યું કે 23 જૂન 1985 કેનેડાથી ભારત આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનને હવામાં ખાલિસ્તાની આતંકીએ ઉડાવી દીધું, કુલ 329 લોકો માર્યા ગયા અને તેનું કારણ હતું ઇન્દિરા ગાંધી જીનું બ્રિટિશ સેનાની સાથે મળીને સુવર્ણ મંદિર અમૃતસર પર હુમલો કરવો.
સીઆઈએ (CIA) એટલે કે અમેરિકા સાવધ કરતું રહ્યું, મુસાફરો એર ઇન્ડિયા પર ન ચડે, તપાસ અહેવાલ મુજબ કોઈના દબાણ પર તે બે મુસાફરોનો સામાન ચડાવવામાં આવ્યો, કોનું દબાણ હતું? કેનેડામાં એરલાઇન્સના કર્મચારીઓમાં કોણ કોણ ખાલિસ્તાન સમર્થક હતા? રાજીવ ગાંધી જીએ પૂરેપૂરૂ ભીનું સંકેલી લીધું.

