સાંબા જિલ્લામાં જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોન, BSF જવાનોએ ગોળીબાર કર્યો

Reena Brahmbhatt
1 Min Read

સામ્બા, 11 મે. જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ શુક્રવારે રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકોએ મોડી રાત્રે પાકિસ્તાન તરફથી ડ્રોનની હિલચાલ શોધી કાઢી હતી અને લગભગ બે ડઝન રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Drone 1

- Advertisement -

જોકે, ડ્રોનને પાકિસ્તાની વિસ્તારમાં પરત લઈ જવામાં આવ્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શનિવારે સવારે રામગઢ સેક્ટરમાં નારાયણપુરના બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા હથિયારો કે માદક દ્રવ્યો છોડવાની સંભાવનાને કારણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Share This Article