Pellet Gun Rules: જંતર-મંતર વિરોધ વચ્ચે પેલેટ ગન પર વિવાદ, જાણો ક્યારે અને કેવી રીતે થાય છે તેનો ઉપયોગ?

Arati Parmar
5 Min Read

 

Pellet Gun Rules: જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના ધરણા-પ્રદર્શન વચ્ચે પેલેટ ગનને લઈને મુદ્દો વધુ ગરમ બનતો જઈ રહ્યો છે. તેને લઈને શુક્રવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કથિત રીતે પેલેટ ગનથી ઘાયલ થયેલા પીડિત સાહિલ સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જોકે, આ મામલે દિલ્હી પોલીસ સતત કહી રહી છે કે પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. તેમ છતાં મામલો શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. ભીડમાં પેલેટ ગનનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તેના ઉપયોગના નિયમો શું છે? લોકોના કાનૂની અધિકારો શું છે?

- Advertisement -

પેલેટ ગન શું છે?

પેલેટ ગન એક પ્રકારની એરગન છે. જેમાંથી નાના-નાના લેડ પેલેટ નામના ગોળા છોડવામાં આવે છે. ધાતુથી બનેલા એક નાના ગોળામાં 100થી 150 છરરા હોય છે. થોડા અંતરેથી છોડવામાં આવે ત્યારે આ છરરા ફેલાઈ જાય છે, જે ભીડમાં હાજર અનેક લોકોને વાગી શકે છે. તેને ફાયર આર્મ માનવામાં આવતું નથી. તેના છરરા શરીરની અંદર ખૂબ ઊંડે સુધી પ્રવેશતા નથી, જેના કારણે સામાન્ય રીતે જીવનને સીધો ખતરો રહેતો નથી. તેને લેસ લીથલ હથિયાર તરીકે માનવામાં આવે છે. પેલેટ ગનનો પ્રથમ ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2010માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશના અન્ય વિસ્તારોમાં પણ દળોએ જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કર્યો હતો.

- Advertisement -

તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?

જમ્મુ-કાશ્મીર પોલીસના નિવૃત્ત ડીજીપી ડૉ. શેષ પાલ વૈદના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ સ્થળે એકત્ર થયેલી ભીડ હિંસક બની જાય ત્યારે તેનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. સૌપ્રથમ ભીડને વિખેરી નાખવા માટે પોલીસે લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપવી પડે છે. ત્યારબાદ ભીડને અનલોફુલ અસેમ્બલી જાહેર કરવામાં આવે છે. તેમ છતાં ભીડ ન હટે તો પાણીનો મારો ચલાવવામાં આવે છે. ત્યારબાદ આંસુ ગેસના ગોળા છોડવામાં આવી શકે છે અને પછી લાઠીચાર્જ કરવામાં આવે છે. તેમાં પણ શરૂઆતમાં લાઠીઓ જમીન પર મારી લોકોને ડરાવીને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તમામ ઉપાયો નિષ્ફળ જાય પછી જ પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય છે. જોકે, તેનો નિશાન કમરની નીચે રાખવો જરૂરી છે. ઉપરાંત, જો પવનની દિશા દળોની તરફ હોય તો આંસુ ગેસ છોડતા પહેલાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

- Advertisement -

પેલેટ ગન ચલાવવા માટે કોઈ એસઓપી હોય છે?

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં લાંબા સમય સુધી સેવા આપી ચૂકેલા અને હાલમાં સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા નિવૃત્ત ડીસીપી એલ. એન. રાવે જણાવ્યું કે ભલે ભીડ કેટલીય મોટી હોય, ફાયરિંગ અથવા પેલેટ ગન ચલાવવા માટે નક્કી કરેલી એસઓપી હોય છે. નિષ્ણાત રાવના જણાવ્યા મુજબ, તેના માટે સ્ટેન્ડિંગ ઓર્ડર જરૂરી હોય છે. જો કોઈ ભીડમાં પેલેટ ગનનો ઉપયોગ થાય તો એ નિશ્ચિત છે કે તેના માટે કોઈ વરિષ્ઠ અધિકારીએ લેખિત આદેશ આપ્યો હશે. હા, કેટલીકવાર પરિસ્થિતિઓ પર પણ આધાર રહે છે. જો કોઈ સ્થળે જવાન પાસેથી હથિયાર છીનવવાનો પ્રયાસ થાય અથવા તેના પર જીવલેણ હુમલો થાય તો સેલ્ફ ડિફેન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

કાનૂની અધિકારો શું છે?

જાણીતા વરિષ્ઠ વકીલ રમેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભીડને વિખેરવા માટે કયા પગલાં લેવા તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. પરંતુ નિયમો કહે છે કે એક્સેસિવ યુઝ ઓફ ફોર્સ, એટલે કે જરૂર કરતાં વધુ બળનો ઉપયોગ કરી શકાય નહીં. પોલીસને ગોળી ચલાવવાનો અધિકાર પણ છે, પરંતુ તે સંપૂર્ણપણે પરિસ્થિતિ પર આધારિત છે. પેલેટ ગન અથવા ફાયરિંગ કરવાનો આદેશ સ્થળ પર હાજર સૌથી વરિષ્ઠ અધિકારી આપે છે. તેમાં પણ સૌપ્રથમ ભીડને પાછળ હટવાની ચેતવણી આપવી પડે છે, ત્યારબાદ પાણીનો મારો, આંસુ ગેસના ગોળા અને તે પછી પણ ભીડ ન હટે તો પહેલાં જમીન પર લાઠી મારીને ડરાવવામાં આવે છે અને પછી લાઠીચાર્જ થઈ શકે છે. જો શરૂઆતના તબક્કામાં કરવામાં આવેલા તમામ ઉપાયો નિષ્ફળ જાય અને ભીડ કાબૂમાં ન આવે, તો ત્યારબાદ જ ફાયરિંગ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. તેમાં પણ સૌપ્રથમ હવામાં ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર પડે તો પેલેટ ગન અથવા અન્ય હથિયારથી કરવામાં આવતું ફાયરિંગ પણ કમરની નીચે જ કરવું પડે છે. આ સામાન્ય પ્રચલિત પ્રક્રિયા છે.

Share This Article