PM Modi Cabinet Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેબિનેટની બેઠકમાં પોતાના મંત્રીમંડળના સહયોગીઓ સાથે તાજેતરની આર્થિક સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ દેશવાસીઓને કરેલી પોતાની સાત અપીલનો પણ ઉલ્લેખ કર્યો. સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીએ એ સ્પષ્ટ કર્યું કે કાફલાનું કદ નાનું કરવું અને તેમાં ઈવી ગાડીઓ સામેલ કરવાનો અર્થ એ નથી કે નવી ઈવી ગાડીઓ ખરીદવી જોઈએ. પરંતુ હાલની ઈવી ગાડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાતના રાજ્યપાલનું આપ્યું ઉદાહરણ
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે જ્યારે જનપ્રતિનિધિ ઉદાહરણ સ્થાપિત કરે છે ત્યારે તેનાથી જનતાને પણ તેવું જ કરવામાં સરળતા રહે છે.
તેમણે કેબિનેટની બેઠકમાં બે ઉદાહરણો પણ આપ્યા.
તેમણે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ઉલ્લેખ કર્યો જેમણે એ નિર્ણય લીધો છે કે તેઓ રાજ્યની અંદર ટ્રેન, બસ કે અન્ય જાહેર વાહનથી મુસાફરી કરશે.
તેઓ હેલિકોપ્ટર અને વિમાનોનો ઉપયોગ નહીં કરે.
હાઈકોર્ટના જજનો પણ ઉલ્લેખ
પીએમ મોદીએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ જસ્ટિસ દ્વારકાધીશ બંસલનો પણ કેબિનેટ બેઠકમાં ઉલ્લેખ કર્યો.
જસ્ટિસ બંસલ જબલપુરમાં પોતાના સરકારી આવાસથી લગભગ 3 કિલોમીટર સાયકલ ચલાવીને હાઈકોર્ટ પહોંચ્યા.
તેમણે વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલથી પ્રેરાઈને અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે આ પહેલ કરી હતી.
પીએમએ કહ્યું કે આવા ઉદાહરણો દેશની જનતાને પ્રેરિત કરે છે.
આ યોજનાઓમાં સબસિડી ઓછી નથી થઈ રહી
આ દરમિયાન એક અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સરકારી ખર્ચમાં કાપની જેમ લેવી જોઈએ નહીં.
પીએમ મોદીએ ઈંધણની બચત કરવા, વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને બિનજરૂરી વિદેશી મુદ્રા ખર્ચને ઘટાડવાની અપીલ કરી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે કરકસર કે ઓસ્ટેરિટીનો અર્થ સરકારી બજેટમાં કાપ, ખર્ચમાં ઘટાડો, સબસિડી ઘટાડવી અને નાણાકીય કડકાઈ હોય છે.
પરંતુ મોદી સરકાર એવું કંઈ કરી રહી નથી.
સરકારી ખર્ચ કે મૂડી ખર્ચમાં કાપ મૂકવામાં આવી રહ્યો નથી.
કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો નથી.
પીએમની અપીલના માયને સમજો
આ અધિકારીના જણાવ્યા અનુસાર વાસ્તવમાં વડાપ્રધાનની અપીલ ઓછો ખર્ચ કરવાની નથી.
આ અપીલ છે સમજદારીથી ખર્ચ કરવાની.
આ હેઠળ લોકોને ઈંધણનો વપરાશ ઘટાડવા અને આયાતી વસ્તુઓ પર બિનજરૂરી નિર્ભરતા ઘટાડવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આ અપીલનો એક ઉદ્દેશ્ય વિદેશી મુદ્રા-પ્રધાન સેવાઓથી બચવાનો પણ છે જેમાં સોનું ન ખરીદવું અને બિનજરૂરી વિદેશ પ્રવાસોથી બચવું સામેલ છે.

