PM Modi Lok Sabha Speech: પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક, હોર્મુઝથી ભારતના અનેક જહાજો નીકળ્યા; લોકસભામાં બોલ્યા પીએમ મોદી

Arati Parmar
3 Min Read

PM Modi Lok Sabha Speech: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં ભારતની સ્થિતિની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની હાલત ચિંતાજનક છે અને વિશ્વની અર્થવ્યવસ્થા પર તેની અસર પડી છે. વડાપ્રધાન મોદીએ લોકસભામાં જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધે ભારત સમક્ષ અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે એ જરૂરી છે કે સંસદમાંથી એકજૂથ અવાજ દુનિયામાં જાય. તેમણે જણાવ્યું કે પશ્ચિમ સંકટ દરમિયાન અનેક જહાજો ભારત આવ્યા છે.

પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ સમયે પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક છે. વિતેલા ૨-૩ અઠવાડિયામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે અને હરદીપ પુરીએ આ વિષય પર સંસદને જરૂરી જાણકારી આપી છે. હવે આ સંકટને ૩ અઠવાડિયાથી વધુ સમય થઈ રહ્યો છે. આની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર, લોકોના જીવન પર ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે. તેથી આખી દુનિયા આ સંકટના વહેલામાં વહેલા ઉકેલ માટે તમામ પક્ષોને આગ્રહ પણ કરી રહી છે.

- Advertisement -

મોદી બોલ્યા- યુદ્ધે ભારત સામે પડકારો ઉભા કર્યા છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત સામે પણ આ યુદ્ધે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. આ પડકારો આર્થિક પણ છે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા પણ છે અને માનવીય પણ છે. યુદ્ધરત અને યુદ્ધથી પ્રભાવિત દેશો સાથે ભારતના વ્યાપક વેપારિક સંબંધો છે. જે ક્ષેત્રમાં આ યુદ્ધ થઈ રહ્યું છે, તે વિશ્વના બીજા દેશો સાથે આપણા વેપારનો પણ એક મહત્વપૂર્ણ રસ્તો છે. વિશેષ રૂપે ક્રૂડ ઓઈલ (કાચું તેલ) અને ગેસની આપણી જરૂરિયાતોનો એક મોટો હિસ્સો આ જ ક્ષેત્ર પૂરો કરે છે.

“એ આવશ્યક છે કે ભારતની સંસદમાંથી આ સંકટને લઈને એકમત અને એકજૂથ અવાજ દુનિયામાં જાય. જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી જ પ્રભાવિત ક્ષેત્રોમાં દરેક ભારતીયને જરૂરી મદદ આપવામાં આવી રહી છે. મેં પોતે પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે રાઉન્ડ ફોન પર વાત કરી છે. તમામ લોકોએ ભારતીયોની સુરક્ષાનું સંપૂર્ણ આશ્વાસન આપ્યું છે.” — નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

પશ્ચિમ એશિયાના મોટાભાગના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે, પ્રભાવિત દેશોમાં રહેલા દરેક ભારતીયને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેં પશ્ચિમ એશિયાના મોટાભાગના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે તબક્કામાં ફોન પર વાત કરી છે. તે તમામ લોકોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોના જાન ગયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.”

- Advertisement -
Share This Article