PM Modi Oil Supply Backup: પીએમ મોદીનો ઈમરજન્સી પ્લાન: હોર્મુઝ સંકટ વચ્ચે તેલ પુરવઠા માટે ભારત તૈયાર, જાણો કેવી રીતે 41 દેશો બન્યા આપણા સાથી

Arati Parmar
4 Min Read

PM Modi Oil Supply Backup: મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાનના જંગ વચ્ચે પીએમ મોદીએ સોમવારે દેશને મોટો ભરોસો આપતા કહ્યું – અમે દરેક સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યાં પણ જરૂર છે, સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ઇન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપ બનાવ્યું છે, જે દરરોજ મળે છે. સંયુક્ત પ્રયાસોથી આપણે પરિસ્થિતિઓનો વધુ સારી રીતે સામનો કરી શકીશું. વડાપ્રધાન મોદીએ લોકસભામાં પશ્ચિમ એશિયા સંકટ પર સંસદને જાણકારી આપી છે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ અને ગેસના પુરવઠામાં આવી રહેલા અવરોધ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું – એનર્જી દેશની ઈકોનોમીની કરોડરજ્જુ છે. તેમણે હોર્મુઝ સંકટનો એક વિકલ્પ પણ સૂચવ્યો છે.

હોર્મુઝ સંકટને પહોંચી વળવા માટે 24 કલાક કરી રહ્યા છીએ કામ

આશરે 25 મિનિટના પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું – પેટ્રોલ-ડીઝલનો સપ્લાય જારી રહે, તે માટે રાત-દિવસ કામ થઈ રહ્યું છે. પીએમએ કહ્યું કે હોર્મુઝથી જહાજોનું આવવું અત્યંત પડકારજનક છે. એવામાં આના પર 24 કલાક સુરક્ષિત કામ કરી રહ્યા છીએ.

- Advertisement -

પીએમ મોદીએ જણાવી દીધું શું છે ભારતનો મોટો પ્લાન

પીએમ મોદીએ જણાવ્યું કે વિતેલા 10-11 વર્ષમાં ઇથેનોલના પ્રોડક્શન અને તેના બ્લેન્ડિંગ પર ઘણું કામ થયું છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ થઈ રહ્યું છે. આનાથી બચત પણ થઈ રહી છે. આજે વૈકલ્પિક ઇંધણ પર જે રીતે કામ થઈ રહ્યું છે, તેનાથી ભારતનું ભવિષ્ય વધુ સુરક્ષિત થશે. એનર્જી આજે ઇકોનોમીની કરોડરજ્જુ છે. પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ એનર્જી જરૂરિયાતોને પૂરી કરનાર વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) છે. દુનિયાભરની અર્થવ્યવસ્થા વર્તમાન સંકટથી પ્રભાવિત થઈ રહી છે. સરકાર આની શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોન્ગ ટર્મ અસર માટે પણ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. તેમણે સોલર એનર્જીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો છે.

- Advertisement -

65 લાખ મેટ્રિક ટન ઓઈલ રિઝર્વ પર કરી રહ્યા છીએ કામ

પીએમ મોદીએ એનર્જી સંકટનો વિકલ્પ બતાવતા કહ્યું – ભારતે વિતેલા 11 વર્ષમાં પોતાના કાચા તેલની આયાતમાં વિવિધતા લાવી છે. પીએમએ જણાવ્યું કે પહેલા 27 દેશોમાંથી ભારત તેલ અને ગેસની આયાત કરતું હતું. હવે 41 દેશોમાંથી એનર્જીની આયાત કરે છે. 65 લાખ મેટ્રિક ટન ઓઈલ રિઝર્વ પર દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.

- Advertisement -

અમારો હેતુ તમામ જહાજો સુરક્ષિત પરત ફરે

પીએમ મોદીએ કહ્યું – અમારી રિફાઈનિંગ ક્ષમતામાં વધારો થયો છે. અમારી પાસે અત્યારે 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલનું રિઝર્વ છે. પરંતુ, અમારો હેતુ 65 લાખ મેટ્રિક ટનનો છે. અમારી કોશિશ છે કે દરેક જરૂરી સામાન સાથે જોડાયેલા જહાજો સુરક્ષિત ભારત પહોંચે. અમે દરેક પક્ષ સાથે વાતચીત કરી રહ્યા છીએ, આવા પ્રયાસોને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા આપણા અનેક જહાજો ભારત આવ્યા પણ છે.

હોર્મુઝથી ભારતની થાય છે 50 ટકા તેલ-ગેસ સપ્લાય

રિપોર્ટો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટથી ભારતની આશરે 50 ટકા તેલની સપ્લાય થાય છે. જ્યારે, ગેસનો પુરવઠો આશરે 55 ટકા જેટલો હોય છે. ભારતના આશરે 22 જહાજો હોર્મુઝની ખાડી પાસે ફસાયેલા છે. ભારતીય નૌસેના પણ તેમની સુરક્ષિત વાપસી માટે લાગેલી છે.

Share This Article