લોકપ્રિય બની ગયેલા ઓટીટીની અશ્લિલ સામગ્રી પર અંકુશ લાવવાની તૈયારી

Reena Brahmbhatt
2 Min Read

નવીદિલ્હી, તા.13 : દેશમાં તીવ્ર ઝડપે અત્યંત લોકપ્રિય બની ગયેલા ઓવર ધ ટોપ(ઓટીટી) પ્લેટફોર્મમાં દર્શાવવામાં આવતી બિભત્સ, અશ્લીલ અને વિવાદાસ્પદ સામગ્રીઓનાં છાશવારે થતા વિવાદો વચ્ચે તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતની કાયદો ઘડવાની માંગના બીજા જ દિવસે રવિવારે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએઁ કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ્સમાં સામગ્રી ઉપર `િનયંત્રણના અભાવ’ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત દ્વારા વ્યક્ત થયેલી ચિંતાને સમજે છે અને આ સાથે જ તેમણે ઉમેર્યુ પણ હતું કે, આ બારામાં સંબંધિત મંત્રાલય યોગ્ય પગલાં લેશે. જોશીએ કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર અનિયંત્રિત સામગ્રીનો મુદ્દો વૈશ્વિક ચિંતાનો વિષય છે અને પુષ્ટિ કરી હતી કે સંબંધિત મંત્રાલય પહેલેથી જ આ બાબતે શું કરી શકાય તેમ છે એ ચકાસી રહ્યું છે.

શનિવારે નાગપુરમાં તેમના વાર્ષિક વિજયાદશમી સંબોધન દરમિયાન ભાગવતે ચિંતા વ્યક્ત કરી હતી કે બાળકો અને યુવાનો ઓટીટી પ્લેટફોર્મ પર `અનિયંત્રિત’ સામગ્રીથી `નકારાત્મક’ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આવી સામગ્રી `િવકૃત પ્રચાર’ અને `નબળા મૂલ્યો’ ફેલાવી રહી છે, જેની યુવા દિમાગ પર હાનિકારક અસર પડી રહી છે. સામગ્રી એટલી ઘૃણાસ્પદ છે કે તેનો ઉલ્લેખ કરવો પણ શાલીનતાનું ઉલ્લંઘન હશે. આપણા ઘરો અને સમાજમાં જાહેરાતો અને વિકૃત દૃશ્ય સામગ્રી પર કાનૂની દેખરેખની તાત્કાલિક જરૂર જણાય છે, એમ ભાગવતે ઉમેર્યું હતું. વિજયાદશમીના અવસરે એક સભા સંબોધનમાં પરંપરાગત ભાષણ કરતાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતે કહ્યું હતું કે, ઓટીટીના મંચ પર પીરસાતી અશ્લિલ સામગ્રી બાળકોનાં માનસ પર ખરાબ અસર માટે જવાબદાર છે. આજના સમયમાં દરેક બાળકના હાથમાં મોબાઇલ આવી ગયો?છે. હવે સ્થિતિ એટલી હદે બગડી ચૂકી છે કે ઓટીટી પર અશ્લિલતા રોકવા કાયદો લાવવો પડશે. તેવું ભાગવતે કહ્યું હતું.

- Advertisement -
Share This Article