વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે `નવી ઊર્જા અને ગતિ સાથે સરકાર ચાલશે’

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 7 : બહુમત બાદ એનડીએ ગઠબંધને શુક્રવારે કેન્દ્રમાં સરકાર રચવા દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને એનડીએ દ્વારા સાંસદોનું સમર્થનપત્ર સોંપ્યા બાદ મોદીએ જણાવ્યું હતું કે એનડીએ સત્તા માટે જોડાયેલા પક્ષોની યુતિ નથી, પણ `રાષ્ટ્ર પ્રથમ’ના સિદ્ધાંતને પ્રતિબદ્ધ જોડાણ છે. સરકાર બહુમતથી રચાય છે પણ દેશ `સર્વમત’થી ચાલે છે. અમે ક્યારેય હાર્યા નહોતા. અમે જીતને પચાવી જાણી છે.

modi meets murmu

- Advertisement -

મને આશા છે કે વિપક્ષો રાષ્ટ્રીય હિતને અનુસરશે. અમારું જોડાણ સૌથી મજબૂત છે. રાષ્ટ્રપતિએ 9મીએ સાંજે સવા સાત વાગ્યે શપથનું આમંત્રણ આપ્યું છે. 9 જૂન ને સાંજે 7.15 વાગ્યાથી શપથગ્રહણ સમારોહની તૈયારીઓ વચ્ચે શુક્રવારે એનડીએની બેઠકમાં ગંઠબંધનના નેતા તરીકે વિધિવત રીતે પસંદ થયા બાદ મોદીએ 293 બેઠકના બહુમત સાથે એનડીએએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવા દાવો કર્યો હતો. ચૂંટણીમાં ભાજપે 240 બેઠક જીતી છે જે સરકાર રચવા 272ના જાદૂઈ આંકથી ઓછી છે. ભાજપ એકલા હાથે સરકાર રચી શકે તેમ નથી એટલે એનડીએના સહયોગી પક્ષોના ટેકે નવી સરકાર રચવા ગતિવિધિ હાથ ધરી છે. એનડીએના સાંસદોએ નવી સરકારને સમર્થન જાહેર કર્યું છે જે પત્ર રાષ્ટ્રપતિને સોંપીને નવી સરકાર રચવા દાવો કરાયો છે.

મોદી 9મી જૂને શપથ લેશે. રાષ્ટ્રપતિએ મોદીનું દહીં-ખાંડથી શુકન કરાવ્યું હતું. દાવો રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છેલ્લા દસ વર્ષોની જેમ આ વર્ષે પણ દેશવાસીઓને નિરાશ થવું નહીં પડે. કોઈપણ કાર્ય કરવામાં કશી કસર છોડવામાં નહીં આવે. જે રીતે પહેલા સરકાર ચાલતી હતી તેવી જ રીતે આ સરકાર પણ ચાલશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે, 18મી લોકસભામાં પણ અમે તે જ ગતિથી, તે જ સામર્થ્યથી દેશની આકાંક્ષાપૂર્તિ કરવામાં કોઈ જ ખામી નહીં રાખીએ. નવી સંસદ નવી ઊર્જા, યુવા ઊર્જાનું સદન છે. જનતાએ એક વધુ તક સેવાની આપી છે. આજે સવારે એન.ડી.એ. સરકારની મિટિંગ થઈ હતી. દરેક સભ્યોએ ફરીથી દાયિત્વ માટે પસંદ કર્યો છે.

- Advertisement -

રાષ્ટ્રપતિને મે તેની જાણકારી આપી. તેમણે મને બોલાવ્યો અને પીએમના ઉમેદવાર રૂપી ફરજ સોંપી છે. રાષ્ટ્રપતિ ભવન શપથવિધિનું વિવરણ તૈયાર કરશે અને અમે મંત્રીમંડળની સૂચિ રાષ્ટ્રપતિને સોંપશું. તેમણે કહ્યું હતું કે, 2014માં હું નવો હતો. હવે લાંબા સમય સુધી મને અનુભવ મળ્યો છે. હવે અમારા માટે તરત જ કાર્યને આગળ વધારવાનું સરળ થવાનું છે. આ અનુભવનો લાભ દેશની સેવા કરવામાં મળશે. દસ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક છબી ઊભરી છે. વિશ્વબંધુના રૂપમાં ભારત ઊભર્યું છે. મને પાકો વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક પરિવેશમાં પણ અનિવાર્ય?બનવાનું છે.

Share This Article