વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે

Reena Brahmbhatt
3 Min Read

મુંબઈ, તા. 12: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂલાઇએ સાંજે 5.30 વાગ્યે ગોરેગાંવ ખાતે આવેલા નેસ્કો એકિઝબિશન સેન્ટરમાં વિવિધ પ્રકલ્પો મળીને કુલ રૂ.29,400 કરોડના પ્રકલ્પોના ઉદ્ઘાટન કરશે, આ ઉપરાંત બાંદરા કુર્લા કોમ્પલેકસ ખાતે જી બ્લોકમાં બનેલી નવી આઇએનએસ ઇમારતનું ઉદ્ઘાટન સાંજે સાત વાગ્યે કરવાના છે. જેમાં ટ્વીન ટનલ પ્રકલ્પ, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રકલ્પ, કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને નવી મુંબઈના તુર્ભે ખાતે ગતિ શકિત મોડેલ કાર્ગો ટર્મિનલ, લોકમાન્ય ટિળક ટર્મિનસ ઉપર નવા બે પ્લેટફોર્મ્સ તેમ જ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે દસમા અને 11મા પ્લેટફોર્મનું વિસ્તરણ, રૂ.5,600 કરોડના ખર્ચે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાને લીલી ઝંડી આપશે.

Modi flight plane

- Advertisement -

આ યોજના શરૂ થયા બાદ 18થી 30 વર્ષના વયજૂથના યુવાનો માટે નવો રોજગાર ઉભો થશે. તેઓ રૂ.16,600 કરોડના 11.8 કિમી લાંબી થાણે-બોરિવલી ટ્વીન ટનલ મહત્વકાંક્ષી પ્રકલ્પના ભૂમિપૂજનમાં હાજરી આપવાના છે. આ પ્રકલ્પ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેકટ માટે ખૂબ જ મહત્વનો છે. જીએમએલઆર પ્રકલ્પનું ભૂમિ પૂજન વડાપ્રધાનના હસ્તે કરાશે. જીએમએલઆર પ્રકલ્પ રૂ.6,300 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે. આ ટ્વીન ટનલ આ પ્રકલ્પ સાથે જોડવામાં આવે એવી પાલિકા તેમ જ એમએમઆરડીએની યોજના છે. જીએમએલઆર પ્રકલ્પ 12.2 કિમી લાંબો છે જેમાં બંને તરફ 4.7 કિમીની ટનલ તૈયાર થવાની છે. – થાણે-બોરીવલી ટ્વિન ટનલનું વડા પ્રધાનના હસ્તે ભૂમિપૂજન : મુંબઈ, તા. 11 : બોરીવલીથી થાણે ફક્ત વીસ મિનિટમાં પહોંચી શકાય એ માટે એમએમઆરડીએએ થાણે-બોરીવલી ભૂમિગત ટ્વિન ટનલનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જો કે પ્રોજેક્ટના નિયોજન બાદ પ્રત્યક્ષ કામ શરૂ થાય ત્યાં સુધીમાં ખર્ચમાં મોટો વધારો થયો છે.

આશરે રૂા. 11,000 કરોડનો આ પ્રોજેક્ટ હવે રૂા. 18,000 કરોડ સુધી પહોંચ્યો છે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન શનિવાર, 13મી જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. – 11.8 કિમી લાંબી હશે ટનલ : ટ્વિન ટનલની મૂળ રૂપરેખામાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હોવાથી ખર્ચ વધ્યો હોવાનું એમએમઆરડીએ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એમએસઆરડીસીએ ફક્ત 11.8 કિ.મી. લંબાઈની ટનલના હિસાબે નિયોજન ર્ક્યું હતું. પરંતુ એમએમઆરડીએએ પ્લાનમાં ઘણાં ફેરફાર ર્ક્યા છે. ટનલમાં જવા-આવવાનું સરળ થાય એ માટે થાણેની દિશામાં ઘોડબંદર રસ્તા પર આશરે 700 મીટરનો ફ્લાયઓવર બાંધવામાં આવશે. અહીં જ આશરે 500 મીટરનો ભૂમિગત માર્ગ, તેમજ બોરીવલીની દિશામાં પણ 850 મીટર લંબાઈનો ભૂમિગત માર્ગ બાંધવામાં આવશે. આથી પ્રોજેક્ટના ખર્ચમાં મોટો વધારો થયો છે. ટનલમાં આધુનિક અગ્નિશમન યંત્રણા અને દર 300 મીટરે રાહદારી ક્રોસ પૅસેજ હશે. તેથી પણ ખર્ચમાં વધારો થવાનો છે. મેધા એન્જિનિયરિંગ કંપની આ ટનલ બાંધવાની છે.

- Advertisement -
Share This Article