અમદાવાદમાં ટ્રાફિકથી ભરચક રહેતા બ્રિજનું થશે રિપેરિંગ, એક મહિના માટે બંધ, ડાયવર્ઝન ચેક કરી લો અમદાવાદમાં નારોલથી વિશાલા તરફનાં શાસ્ત્રી બ્રિજનું રિપેરીંગ થશે. બ્રિજનો એક બાજુનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે. વિશાલાથી નારોલ પર ડાયવર્ઝન અપાશે. અમદાવાદમાં નારોલથી વિશાલા જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રી બ્રિજનો એક સાઈડનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે. તેમજ નારોલથી વિશાલા તરફનાં શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ શરૂ થશે. વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે. તેમજ 31 ડિસેમ્બર સુધી શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ ચાલશે. વિશાલાથી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે. અગાઉ બ્રિજનાં કામમાં 10 મહિનાનો સમય લાગ્યો હતો. ટ્રાફીકમાં 60 થી 70 રૂપિયાનો સીએનજી ગેસ બળી જાયઃ રીક્ષા ચાલક બાબતે રીક્ષા ચાલક પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે, ટ્રાફિક ખૂબ જ વધારે હોય છે. તેમજ સવારે અને સાંજે દોઢ થી બે કિલોમીટરનો ટ્રાફિક હોય છે. કામ ઝડપી થાય તેટલું સારૂ. અમારે નારોલથી ક્રોસ કરવું હોય તો દોઢ થી બે કલાક થાય છે. તેમજ 60 થી 70 રૂપિયાનો સીએનજી બળી જાય છે. બને તેટલું જલ્દી બ્રિજનું રિપેરીંગ કામ પૂર્ણ થાયઃ વાહન ચાલક
વાહન ચાલક માલી શૈનીને આ બાબતે જણાવ્યું હતું કે, એક મહિના માટે બ્રિજ બંધ રહેશે તો અમને આવવા જવામાં તકલીફ ન પડે તે રીતે કામ થવું જોઈએ. તેમજ રોજ રાતે ગાડી નીકળી ન શકતી હોઈ તેવો ટ્રાફિક થાય છે. તેમજ એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે. બને તેટલું જલ્દી બ્રિજનું રીપેરીંગ કામ થઈ જાય તો અમને આવવા જવા માટેનું ફાવે. ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ
જેને લઇ તહેવારમાં વિસ્તારના લોકોને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યાં બે દિવસથી શાસ્ત્રીનગરથી અખબારનગર જતા અંડર પાસના રસ્તામાં ડ્રેનેજ લાઇન નું કામ શરૂ કરાયું. જે કામ હજુ 10 દિવસ ચાલે તેવી શકયતા છે. ત્યારે ગટરની કામગીરીના કારણે વાહન ચાલકોને આસપાસના સાંકડા રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે. ઉપરાંત રસ્તાની કામગીરીના કારણે સવારે અને સાંજે મોટા પ્રમાણમાં ટ્રાફિકજામની સ્થિતી સર્જાય છે. જેના કારણે લોકોના સમયનો મોટા પ્રમાણમાં વ્યય થાય છે.

