વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે, ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે…

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં અમેરિકાના પ્રવાસે જશે. પીએમ મોદી ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમને ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ આપવામાં આવ્યું છે. જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે યોજાશે.

modi

- Advertisement -

આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.

Share This Article