Rajasthan Khatushyam Accident: ખાટુશ્યામથી પરત ફરતા ભક્તોના પિકઅપ-ટ્રક અકસ્માતમાં 7 બાળક સહિત 10ના કરૂણ મોત

Arati Parmar
2 Min Read

Rajasthan Khatushyam Accident: રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટક્કર થઇ હતી. આ દરમિયાન ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસે આપી જાણકારી

- Advertisement -

આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, ‘ખાટુશ્યામ મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આશરે 7-8 લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોસ્ટ મોર્ટમ અર્થે મોકલ્યા મૃતદેહ

- Advertisement -

નોંધનીય છે કે, હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને તેમની ઓળખ કરી પરિજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે. આ સિવાય ઘટનાસ્થળે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે પીએમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

દૌસાના જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે કહ્યું કે, ‘પ્રાથમિક માહિતી મુજબ, બાપી પાસે એક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. 9 જેટલા લોકોને સારવાર માટે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે અને 3 દર્દી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અકસ્માત એક કાર અને એક ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.’

- Advertisement -

 

 

 

 

 

 

Share This Article