Rajkot tourists stranded in Srinagar : “પહલગામ હુમલા પછી શ્રીનગરમાં ફસાયા રાજકોટના મુસાફરો: ‘હવે ઘેર કેવી રીતે જઈશું?’”

Arati Parmar
2 Min Read

Rajkot tourists stranded in Srinagar : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓમાં સુરતના યુવકનું અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા બે દંપતિ શ્રીનગરમાં અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં શ્રીનગરમાં પરિવાર સાથે ફસાયેલા રુચિએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, ‘અમે ડરી ગયા છીએ, ઘરે કેવી રીતે જઈશું?’

રાજકોટના મુસાફરો શ્રીનગરમાં ફસાયા

- Advertisement -

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં એલર્ટ જારી કરી દેવાયું છે. જ્યારે ગુજરાતમાંથી કાશ્મીર પ્રવાસે ગયેલા કેટલાક પ્રવાસીઓ પણ અટવાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે રાજકોટના દંપતીએ વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી હતી. વીડિયોમાં મહિલા જણાવે છે કે, ‘અમે પરિવાર સાથે કાશ્મીરમાં ફરવા આવ્યા છે. હાલ અમે શ્રીનગરમાં છીએ. આતંકી હુમલા બાદ તમામ રસ્તાઓ બંધ હોવાથી અમે અહીથી નીકળી શકતા નથી. જોકે, અમે અહી સલામત છીએ. જ્યારે અમને ફ્લાઈટ પણ મળતી નથી, જેમાં વેઈટિંગ આવે છે અને ફ્લાઈટનું ભાડું પણ બહુ છે. અમે અહી ડરીને રહીએ છીએ અને બહુ હેરાન છીએ. અમારા પરિવારના લોકો પણ ચિંતામાં છે. અમને વતન લાવો…’

આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા અનેક લોકોમાં ડરનો માહોલ છવાયેલો છે. આ દરમિયાન પોતાના વતન પર ફરવા માટે ટ્રેન અને ફ્લાઈટમાં વેઈટિંગ આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, 16 પ્રવાસીઓને ગુજરાત સરકાર વતન પરત લાવશે.

- Advertisement -

 આતંકી હુમલામાં 28 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.

- Advertisement -
Share This Article