SEBI News: SEBIની કડક કાર્યવાહી, સોશિયલ મીડિયામાં ભ્રામક સામગ્રી પર 70,000 એકાઉન્ટ અને પોસ્ટ્સ ડિલીટ!

Arati Parmar
1 Min Read

SEBI News: સોશિયલ મીડિયા પર ભ્રામક સામગ્રી ફેલાવવા મુદ્દે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આ જ ક્રમમાં ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ (SEBI)એ સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી સામગ્રી દેખનાડનારી 70 હજારથી વધુ પોસ્ટ અને એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે. સેબીએ યુઝર્સોના હિતમાં વર્ષ 2024થી અત્યાર સુધીમાં આ કાર્યવાહી કરી છે.

રોકાણકારોની પરેશાની દૂર કરવા SEBIની મોટી કાર્યવાહી

- Advertisement -

ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે તેમજ ઑનલાઈન નાણાંકીય વ્યવહારને સુરક્ષીત બનાવવાના હેતુસર સેબીએ આવી આક્રમક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેબી અને માર્કેટ રેગ્યુલેટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે. સેબી આવી પોસ્ટો અને એકાઉન્ટોના કારણે કોઈ રોકાણકાર પરેશાન ન થાય અને તેમને આર્થિક નુકસાન ન થાય, તે બાબત સુનિશ્ચિત કરવા માટે અભિયાન ચલાવી રહી છે.

UPI પેરાઈટ હેન્ડલનો ઉપયોગ કરો, દગાબાજોથી બચી શકાશે

- Advertisement -

સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અનંત નારાયણે આ મુદ્દે માહિતી આપવાની સાથે કહ્યું કે, ‘આપણા બધા માટે અનરજીસ્ટર્ડ રોકાણ સલાહકારો અને સંશોધન વિષ્લેષકો ચિંતાનો વિષય છે. વર્તમાન સમયમાં અનેક યુઝર્સોમાં રોકાણ કરવાના વિચારો વધી ગયા છે, તેથી આવા લોકો યુઝર્સોનો ગેરફાયદો ઉઠાવતા હોય છે. સેબી દ્વારા પ્રસ્તાવીત UPI પેરાઈટ હેન્ડલનો ઉપયોગ કરવાથી રોકાણકારો રજિસ્ટર્ડ સંસ્થાઓને સરળતાથી ઓળખી શકશે અને તેઓ પોતાને દગાબાજોથી બચાવી શકશે.’

TAGGED:
Share This Article