Stray Dog Menace Laws: રખડતા કૂતરાઓનો આતંક: સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારોને કડક ચેતવણી, બાળક કે વૃદ્ધને કૂતરો કરડશે તો ભરવો પડશે લાખોનો દંડ

Arati Parmar
3 Min Read

Stray Dog Menace Laws: સુપ્રીમ કોર્ટે મંગળવારે રસ્તાઓ પર રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ અંગે કડક નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથે સ્પષ્ટ કર્યું હતું કે જો અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે, તો રાજ્ય સરકારોએ તેની મોટી કિંમત ચૂકવવી પડશે.

અદાલતે આ મામલે જે મહત્વની ટિપ્પણીઓ કરી છે, તેના મુખ્ય અંશ નીચે મુજબ છે:

- Advertisement -

સરકારો પર લાગશે મોટો દંડ

જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું, “દરેક એવા કિસ્સામાં જ્યાં કૂતરા કરડવાથી બાળકો કે વૃદ્ધોના મોત થાય અથવા ઈજા પહોંચે, ત્યાં રાજ્ય સરકાર પર ભારે વળતર (મુઆવજો) લાદવામાં આવશે.” અદાલતે માન્યું હતું કે વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે આ સમસ્યા હવે એક હજાર ગણી વધી ગઈ છે.

- Advertisement -

‘કૂતરા પ્રેમીઓ’ પર પણ સવાલ

જે લોકો રસ્તા પર રખડતા કૂતરાઓને ખવડાવે છે, તેમના વિશે પણ કોર્ટે કડક વલણ અપનાવ્યું:

- Advertisement -

કોર્ટે કહ્યું કે જો કોઈને કૂતરાઓને ખવડાવવાનો આટલો જ શોખ હોય, તો તેમને પોતાના ઘરે લઈ જાઓ.

કૂતરાઓને રસ્તા પર કેમ છોડવામાં આવે છે કે જેથી તેઓ લોકોને ડરાવે અને કરડે?

આવા લોકો પર પણ જવાબદારી નક્કી કરવામાં આવશે.

‘લાગણીઓ માત્ર કૂતરાઓ માટે જ કેમ?’

પશુ-કલ્યાણ ટ્રસ્ટ વતી હાજર રહેલા વકીલ મેનકા ગુરુસ્વામીએ જ્યારે આને ‘ભાવનાત્મક મુદ્દો’ ગણાવ્યો, ત્યારે જસ્ટિસ સંદીપ મહેતાએ ટકોર કરી હતી કે, “અત્યાર સુધી તો લાગણીઓ માત્ર કૂતરાઓ માટે જ દેખાઈ રહી છે.” જ્યારે વકીલે સંસદની ચર્ચાઓનો હવાલો આપ્યો, ત્યારે જસ્ટિસ મહેતાએ કહ્યું કે સંસદ ‘એલિટ ક્લાસ’ (ઉચ્ચ વર્ગ) છે, તેઓ વાસ્તવિક સ્થિતિથી કદાચ દૂર હોઈ શકે.

વહીવટીતંત્રની જવાબદારી

અદાલતે કહ્યું કે અધિકારીઓની બેદરકારીને કારણે આજે સ્થિતિ બેકાબૂ બની છે. જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે અમારે વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવું પડશે જેથી કોઈ નક્કર પ્રક્રિયા શરૂ થઈ શકે. જસ્ટિસ મહેતાએ ત્યાં સુધી કહ્યું કે હવે આ કોર્ટરૂમ માત્ર ન્યાયિક કાર્યવાહી નહીં, પણ એક સાર્વજનિક મંચ જેવો બની ગયો છે જ્યાં દરેક એક જ વાત દોહરાવી રહ્યા છે.

નસબંધી એ જ ઉકેલ?

બીજી તરફ, વકીલ ગુરુસ્વામીએ દલીલ કરી હતી કે કૂતરાઓને મારવા એ ઉકેલ નથી. કેન્દ્ર સરકારના ફંડનો ઉપયોગ નસબંધી (Sterilisation) માટે થવો જોઈએ. તેમણે કહ્યું કે સંસદ પણ માને છે કે કૂતરાઓને મારવાની નીતિ નિષ્ફળ રહી છે અને આપણે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન દાખવી શકીએ.

Share This Article