મુન્દ્રા, તા. 2 : ખાસ કરીને પ્રાગપરથી ખેડોઈ અને સમગ્ર ગાંધીધામથી દેશલપર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા મોખા ટોલગેટ પર લેણું તો ઊંચું લેવાય છે. પણ, માર્ગ ખખડઘજ હોવાના પ્રશ્ને ગઈકાલે કોંગ્રેસે શરૂ કરેલું આંદોલન આજે ઉગ્ર બન્યું હતું અને એક તબક્કે બે કલાક સુધી વિરોધ કાર્યક્રમ સાથે ટોલગેટ બંધ કરાવી નખાયો હતો.

જોકે, સાંજે આ લખાય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આગામી અઠવાડીયામાં આ રસ્તાની યોગ્ય મરમંત કરી આપવાની ખાતરી ઉચ્ચારીએ હતી અને હાલ પૂરતા આંદોલનને સમેટી પારણા કરી લેવાયા હતા. નાના મોટા વાહન ચાલકોથી લઈને મોટા ટ્રક ટ્રેલર સુધી પરેશાની ભોગવતા હતા અને વરસાદ પછી તળાવની જેમ રસ્તા ઉપર પાણી ભરેલા હતા, એવા આ પ્રશ્ને ગઈકાલે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સાથ સહિત વિરોધ આંદોલન શરૂ થયું હતું અને ગઈકાલે સાંજે અનિશ્ચિત મુદતના ઉપવાસ સાથે ધરણા શરૂ કરાયા હતા. આજે શુક્રવારે આ આંદોલન ઉગ્ર બન્યું હતું અને એક તબક્કે આક્રોશ ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ ટોલ બંધ કરી નાખ્યો હતો.
લગભગ બે કલાક સુધીમાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી સાથે યોજાયેલી બેઠકમાં આગામી અઠવાડિયામાં આ રસ્તાની યોગ્ય મરંમત થશે તેવી ખાતરી અપાઈ હતી. આંદોલનમાં તાલુકા અને શહેર કોંગ્રેસના નેતાઓ વિરમ સાંખરા, ઇમરાનજત, નીતિશ લાલણ, ભરત પાતારીયા, દેવેન્દ્રાસિંહ જાડેજા, ભૂપતાસિંહ જાડેજા, નવીન ફફલ, જાવેદ પઠાણ, આશારિયા ગઢવી, ઋષિરાજાસિંહ જાડેજા, અનુબાપા ખત્રી, સામરા ગઢવી, કાનજી ગઢવી વિગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

