Supreme Court: દેશની સર્વોચ્ચ અદાલતે એક એવા છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે જે 32 વર્ષ જૂનો કેસ હતો. આ મામલામાં કુલ 61 જગ્યાઓ પર કેસ નોંધવામાં આવ્યા હતા. 1994 થી ચાલી રહેલા છૂટાછેડાના મુકદ્દમાની જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે સુનાવણી કરી. આ મામલામાં બંધારણની કલમ 142 નો ઉપયોગ કરીને લાંબા સમયથી અલગ રહી રહેલા પતિ-પત્નીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી. આ કેસ અવમાનના રૂપે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જોકે, આ જ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આનો જલ્દી નિકાલ કરવાનો ભરોસો આપી દીધો હતો.

