Supreme Court Acid Attack Case Guidelines: ‘એસિડ એટેક કેસોની સુનાવણીની સમયસીમા નક્કી કરો’, CJI સૂર્યકાંતની બેન્ચે હાઈકોર્ટને આપ્યા નિર્દેશ

Arati Parmar
2 Min Read

Supreme Court Acid Attack Case Guidelines: સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટ માટે સ્પષ્ટ સમયસીમા નક્કી કરે, જેથી દેશમાં એસિડ એટેક સાથે જોડાયેલા કેસોની સુનાવણી વહેલી તકે પૂર્ણ થઈ શકે. અદાલતે કહ્યું કે આવા કિસ્સાઓમાં વધુ સક્રિય અને સંવેદનશીલ અભિગમની જરૂર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની પીઠે વિવિધ હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટ્સ પર ધ્યાન આપ્યું હતું, જેમાં પેન્ડિંગ કેસો અને તેમની વર્તમાન સ્થિતિની જાણકારી આપવામાં આવી હતી.

અદાલતે નિર્દેશ આપ્યો કે એસિડ એટેક કેસોની સુનાવણીની દેખરેખની જવાબદારી એ હાઈકોર્ટના જજોને સોંપવામાં આવે, જેઓ ટ્રાયલ કોર્ટના વહીવટી પ્રભારી છે.

- Advertisement -

પીઠે રાજ્યોને અંતિમ તક આપતા કહ્યું કે તેઓ એસિડ એટેક પીડિતોને પર્યાપ્ત વળતર આપવા સંબંધિત નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે. આ સુનાવણી હરિયાણાની રહેવાસી એસિડ એટેક પીડિતા શાહીન મલિક દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર થઈ રહી હતી.

સુનાવણી દરમિયાન અદાલતે મલિકને તેમના વ્યક્તિગત કેસની સ્થિતિ વિશે પણ પૂછ્યું હતું. તેમણે જણાવ્યું કે રોહિણી ટ્રાયલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો, જેની સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -

અદાલતે વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લુથરાને વિનંતી કરી કે તેઓ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં પીડિતાનું પ્રતિનિધિત્વ ‘પ્રો બોનો’ એટલે કે નિઃશુલ્ક કરે. લુથરાએ આ માટે સંમતિ દર્શાવી હતી.

એક કેસ દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કર્યો

સુપ્રીમ કોર્ટે અન્ય એક કેસમાં હરિયાણાના ભિવાનીની કોર્ટમાં ચાલી રહેલા ફોજદારી કેસને દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ પણ આપ્યો હતો. અદાલતે કહ્યું કે પીડિતાની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિને જોતા તેના માટે હરિયાણામાં કાર્યવાહીમાં સામેલ થવું મુશ્કેલ છે.

- Advertisement -

કેન્દ્ર-રાજ્યો પાસે પણ જાણકારી માંગી

અદાલતે કેન્દ્ર અને રાજ્યો પાસેથી એસિડ એટેક કેસોમાં વિગતવાર માહિતી માંગી છે. જેમાં વર્ષવાર સંખ્યા, પેન્ડિંગ કેસો, ચાર્જશીટ દાખલ કરવાની સ્થિતિ અને પીડિતોના પુનર્વસન માટે લેવામાં આવેલા પગલાંનો સમાવેશ થાય છે.

આ છે વર્તમાન સ્થિતિ:

  • ઉત્તર પ્રદેશ: 198 કેસ પેન્ડિંગ

  • પશ્ચિમ બંગાળ: 60 કેસ પેન્ડિંગ

  • ગુજરાત: 114 કેસ પેન્ડિંગ

  • બિહાર: 68 કેસ પેન્ડિંગ

  • મહારાષ્ટ્ર: 58 કેસ પેન્ડિંગ

કોર્ટે અગાઉ પણ ધીમી સુનાવણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Share This Article