સુરતઃ GCAS પોર્ટલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, MLAએ CMને લખ્યો પત્ર

Reena Brahmbhatt
1 Min Read

વિદ્યાર્થીઓને એડમિશનમાં પડી રહેલી મુશ્કેલી અને વાલીઓની ચિંતા જોઈને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

સુરત વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીસીએએસ પોર્ટલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચારના કારણે આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

- Advertisement -

કાનાણીએ પત્રમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે ખાનગી કોલેજો કોઈપણ લાયકાત વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહી છે અને પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.

bhupendra patel school admission

- Advertisement -

ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે વચેટિયાઓને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા નથી અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે VNSGU આ સમગ્ર મામલે મૂક પ્રેક્ષક બનીને રહી છે.

કાનાણીએ મુખ્યમંત્રીને આ મામલે તપાસ કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા વિનંતી કરી છે.

- Advertisement -

મુખ્ય મુદ્દાઓ:

GCAS પોર્ટલમાં ભ્રષ્ટાચારનો આરોપ
વિદ્યાર્થીઓને પ્રવેશમાં મુશ્કેલી પડી રહી છે
માતાપિતાની ચિંતા
ખાનગી કોલેજો મેરિટના આધારે પ્રવેશ આપી રહી નથી.
મધ્યસ્થીઓનું રહસ્ય
VNSGU ની ભૂમિકા પર પ્રશ્ન
ધારાસભ્યની માંગ

મામલાની તપાસ થવી જોઈએ
વિદ્યાર્થીઓને ન્યાય મળે

Share This Article