Tamil Nadu Elections: તમિલનાડુના કેજરીવાલ બનવા જઈ રહ્યા છે વિજય, જનતાએ પસંદ કરી લીધા પોતાના ‘થલપતિ’

Arati Parmar
3 Min Read
Tamil Nadu Elections

Tamil Nadu Elections: તમિલનાડુને પોતાના નવા ‘થલપતિ’ મળવા જઈ રહ્યા છે. જી હા, તમે સાચું વાંચી રહ્યા છો. થલપતિ તમિલ મૂળનો શબ્દ છે જેનો અર્થ થાય છે ‘કમાન્ડર’, ‘સેનાપતિ’ અથવા ‘જનનેતા’ એટલે કે જેને જનતાનો પ્રેમ પ્રાપ્ત છે. તામિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના વલણોમાં તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે) ને બહુમતી મળતી જોવા મળી રહી છે. વલણોમાં વિજય થલપતિની પાર્ટીને ૧૦૦ થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. ૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ બેઠકોની જરૂર હોય છે.

સત્તાની ધરી બનશે તમિલગા વેટ્રી કઝગમ (Tamil Nadu Elections)

એક્ઝિટ પોલમાં પણ વિજયની પાર્ટીને સરસાઈ મળવાની શક્યતાઓ જોવા મળી હતી. ત્યારે સવાલ ઉઠ્યો હતો કે શું વિજય થલપતિ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જેવી મોટી સફળતા હાંસલ કરવાના છે, અથવા તો તેમની હાલત બિહારમાં પ્રશાંત કિશોર જેવી થશે? આજની વલણો બતાવી રહ્યા છે કે વિજય થલપતિ દિલ્હીમાં કેજરીવાલની જેમ તામિલનાડુમાં સત્તાની ધરી બનવા જઈ રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે વિજયની પાર્ટી માત્ર એક મોટી તાકાત બનશે. પરંતુ વલણો બતાવી રહ્યા છે કે માત્ર તાકાત નહીં બને પરંતુ સત્તા પણ હાંસલ કરશે.

- Advertisement -

યુથે મન મૂકીને પ્રેમ વરસાવ્યો (Tamil Nadu Elections)

વલણોથી સ્પષ્ટ થઈ ગયું છે કે શહેરી અને યુવા મતદારોએ વિજયની પાર્ટી પર મન મૂકીને પ્રેમ વરસાવ્યો છે. ટીવીકેની બેઠકોમાં જબરદસ્ત ઉછાળો એ વાતનો સંકેત છે કે વિજયની પાર્ટી સત્તા હાંસલ કરવા જઈ રહી છે. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલા વિજય થલપતિ પણ કેજરીવાલ જેવો જ ચમત્કાર કરતા જોવા મળી રહ્યા છે. યાદ કરો જ્યારે અરવિંદ કેજરીવાલ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સત્તા પર કાબિજ થઈ ગયા હતા. વિજય હવે તામિલનાડુની રાજનીતિના કેન્દ્રમાં આવી ગયા છે.

કેજરીવાલની લીગમાં સામેલ થયા વિજય (Tamil Nadu Elections)

હવે વિજય, અરવિંદ કેજરીવાલની લીગમાં સામેલ થઈ ગયા છે. વિજય પાસે પોતાની ‘સુપરસ્ટાર થલાઈવર’ વાળી છબી છે. તામિલનાડુમાં આ સિલસિલો ચાલતો આવ્યો છે. એમજી રામચંદ્રન અને જે જયલલિતા આના ઉદાહરણ રહ્યા છે. જોકે, ૨૦૧૩ની દિલ્હીની ચૂંટણીથી વિપરીત – જ્યાં કેજરીવાલ માત્ર ભ્રષ્ટાચાર-વિરોધી લહેરના સહારે આગળ વધ્યા હતા – તામિલનાડુનો ચૂંટણી જંગ ઘણો જટિલ રહ્યો; આ દ્રવિડ રાજનીતિ, મજબૂત પાર્ટી તંત્ર અને દાયકાઓ જૂની મતદારોની વફાદારીમાં ઊંડે સુધી જોડાયેલો જોવા મળ્યો.

- Advertisement -

પ્રશાંત કિશોર બનવાથી બચ્યા વિજય (Tamil Nadu Elections)

જો આજે વિજય નિષ્ફળ સાબિત થયા હોત તો કહેવાત કે તેઓ તમિલનાડુના પ્રશાંત કિશોર સાબિત થયા છે. ગયા વર્ષે બિહારમાં પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરની શરૂઆતને લઈને ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ તેમની ‘જન સુરાજ પાર્ટી’ વિધાનસભા ચૂંટણીઓમાં પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી. પ્રશાંત કિશોર સાથેની આ સરખામણી એક અન્ય દ્રષ્ટિએ પણ મહત્વની છે. કિશોરની બિહાર ઝુંબેશનો હેતુ એક વૈકલ્પિક રાજકીય જગ્યા બનાવવાનો હતો, પરંતુ તેઓ પોતાની લોકપ્રિયતાને વોટમાં બદલવામાં નિષ્ફળ રહ્યા. વિજય એવા નેતા બનીને ઉભર્યા છે જેણે પોતાની લોકપ્રિયતાને વોટમાં બદલી દીધી. ક્યારેક કેજરીવાલે પણ આ જ કર્યું હતું.

આ પણ વાંચો: BJP Bengal Mission: ભાજપ માટે બંગાળ લાસ્ટ ફ્રન્ટિયર કેમ છે?… જીત કે હારના મિશનની યુપી પર પડશે અસર – Newz Cafe

- Advertisement -
Share This Article