કેન્દ્ર સરકારે જણાવ્યું કે,હવે દર મહિનાના અંતમાં ખાતામાં જમા થઇ જશે પેન્શન

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા.28 : કેન્દ્ર સરકારે પોતાના 65 લાખ પેન્શનર્સને રાહત આપી છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (સીપીઓ)ને પેન્શન વિભાગ તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે તેમના પેન્શનમાં મોડું થઈ રહ્યું છે. એ પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનરોને તે મહિનાના અંતમાં પેન્શન નથી મળી રહ્યું.

money salary wages pagar majuri rupee

- Advertisement -

ખાતામાં પેન્શન રકમ આવવાની પ્રક્રિયામાં આગામી મહિનાના પણ કેટલાક દિવસો પસાર થઈ જાય છે. જેને લઈને નાણા મંત્રાલયે પેન્શન ચુકવણીમાં થઈ રહેલા વિલંબને ગંભીરતાથી લીધું છે. હવે તમામ પેન્શનરોને મહિનાના અંતમાં પેન્શન મળી જશે. કેન્દ્રીય પેંશન પ્રક્રિયા કેન્દ્ર (સીપીપીસી) દ્વારા મહિનાના અંતિમ કાર્ય દિવસની સવાર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે એક રિપોર્ટ મોકલવો પડશે. ઈ-પીપીઓ સાઇટ પર એ જણાવવું પડશે કે મહિનાના અંતમાં આટલા પેન્શનરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે.

જણાવી દઈએ કે, નાણા મંત્રાલયને માસિક પેન્શન અને પારિવારિક પેન્શન મળવામાં થઈ રહેલ વિલંબને લઈને અનેક ફરિયાદો મળી રહી હતી કારણ કે નિવૃત્તિ બાદ વધુ પડતા લોકોનું પેન્શન પર જ જીવન નિર્ભર હોય છે, તેવામાં પેન્શન મોડું પહોંચવું, તેમના માટે મુશ્કેલી સમાન છે. પેન્શનમાં મોડું થવાને લઈને તેમને વૃદ્ધાવસ્થામાં સંબંધિત વિભાગ અથવા બેંકના ધક્કા ખાવા પડે છે.

- Advertisement -
Share This Article