અમે દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ, : રાહુલ

Reena Brahmbhatt
1 Min Read

અમે દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ, : રાહુલ

નવી દિલ્હી, ૮ ફેબ્રુઆરી, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે તેઓ દિલ્હીના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારે છે અને તેમની પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો માટે લડત ચાલુ રાખશે.

- Advertisement -

ચૂંટણી પંચના સાંજે 7 વાગ્યા સુધીના આંકડા મુજબ, ભાજપે દિલ્હીમાં 70 માંથી 47 બેઠકો જીતી લીધી છે અને હજુ પણ એક પર આગળ છે. આમ, તે 48 બેઠકો પર વિજય અથવા લીડ સાથે નિર્ણાયક બહુમતી મેળવી રહ્યું હોય તેવું લાગે છે, જ્યારે AAP 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ ખાતું ખોલી શકી નથી.

રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કર્યું, “અમે નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકરોનો તેમના સમર્પણ બદલ અને તમામ મતદારોનો તેમના સમર્થન બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું.

- Advertisement -

તેમણે કહ્યું, “દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો માટે પ્રદૂષણ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ ચાલુ રહેશે.”

Share This Article