જૂની ઈમારતનો ભાગ ધસી પડતાં મુંબઈમાં મહિલાનું મોત, ચાર ઘાયલ

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈ, તા. 20 : દક્ષિણ મુંબઈમાં શનિવારે ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન પાસે ચાર માળની પૌરાણિક ઈમારતની બાલ્કનીનો કેટલોક ભાગ નીચે ધસી પડતાં તેની નીચે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. અગ્નિશમન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રૂબિન્નસા નામની ઈમારત ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન પાસે, સ્લીટર રોડ પર સ્થિત છે. તેનો બાલ્કનીનો અમુક ભાગ નીચે ધસી પડવાથી ચાર લોકો ઘાયલ થયા હતા. તેઓને એક સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા અને અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે. વધુમાં અધિકારીએ કહ્યું હતું કે, આ મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ સત્તામંડળની જૂની ઈમારત છે.

VF4FB3BP building collaps

- Advertisement -

તેને બૃહદ મુંબઈ નગર નિગમે ખતરનાક ઘોષિત કરી છે. આ પહેલાં પણ તેને નોટિસ પાઠવવામાં આવી હતી. અધિકારી મુજબ દુર્ઘટના બાદ આ ઈમારતની અંદરથી સાત લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈ અને તેના ઉપનગરોમાં શનિવારે ટુકડે-ટુકડે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મહાનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું હતું, પરંતુ લોકલ ટ્રેનની સેવા સામાન્ય રૂપથી કાર્યરત છે. હવામાન વિભાગે નાગપુર અને વિદર્ભ ક્ષેત્રમાં શનિવારે ભારે વરસાદ અને આગળના બે દિવસો દરમિયાન અત્યાધિક ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. વિભાગે લોકોને સલાહ આપી છે કે તેઓ જરૂરી કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળે.

- Advertisement -
Share This Article