Women Judges Safety: ન્યાય આપનારી વ્યવસ્થામાં જ જો મહિલાઓના શોષણના આરોપો હોય તો સામાન્ય સ્ત્રીઓનું શું?

Arati Parmar
2 Min Read

Women Judges Safety: ન્યાય આપનારી વ્યવસ્થામાં જ જો મહિલાઓના શોષણના આરોપો હોય તો સામાન્ય સ્ત્રીઓનું શું?

“શારીરિક શોષણ ન્યાયતંત્રનું ‘ટ્રેડ સિક્રેટ’, અનેક મહિલા જજ ભોગ બની” — એવો ગંભીર દાવો વરિષ્ઠ મહિલા વકીલ ઈન્દિરા જયસિંહ દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -

તેમણે એવો પણ દાવો કર્યો છે કે હાઈકોર્ટના એક જજ નિવૃત્ત થયા ત્યારે જિલ્લા સ્તરની મહિલા જજને પુરુષ જજ પર પુષ્પવર્ષા કરવા માટે બોલાવવામાં આવી હતી.

પરંતુ સૌથી ચોંકાવનારો દાવો તો એ છે કે—

- Advertisement -

પુરુષ જજે પાર્ટીમાં મહિલા જજને ડાન્સ કરવા કહ્યું, મહિલા જજે ના પાડી તો તેની નોકરી જતી રહી!

વિગતો પ્રમાણે, એક મહિલા જજે કોર્ટની પાર્ટીમાં પુરુષ જજના કહેવા પર ડાન્સ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેને પોતાની નોકરી ગુમાવવી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ સવાલ માત્ર એક મહિલા જજનો નથી.

જો ન્યાયના તંત્રમાં જ આવી સ્થિતિ હોય તો સામાન્ય મહિલાઓનું શું?

જે તંત્રની સૌથી મોટી જવાબદારી છે

મહિલાઓને ન્યાય આપવાની,
અન્યાય સામે રક્ષણ આપવાની,
અને સત્તાનો દુરુપયોગ રોકવાની…

જો એ જ વ્યવસ્થામાં કામ કરતી મહિલાઓ શોષણ કે દબાણનો ભોગ બનતી હોવાના આક્ષેપો કરે, તો સામાન્ય મહિલાએ ન્યાય માટે કોના પર વિશ્વાસ રાખવો?

એક સામાન્ય મહિલા જ્યારે કાર્યસ્થળે અન્યાયનો ભોગ બને છે ત્યારે તે ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવે છે.

પરંતુ…

જો ન્યાય આપનારી વ્યવસ્થાના દરવાજા સુધી પહોંચેલી મહિલાને જ પોતાની વ્યવસ્થામાં અન્યાય સામે લડવું પડે, તો સામાન્ય સ્ત્રીની સ્થિતિ કેટલી મુશ્કેલ હશે?

આવા આક્ષેપો ખૂબ ગંભીર છે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

આરોપ સાબિત થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષિત માનવો યોગ્ય નથી, પરંતુ આરોપ ગંભીર હોય ત્યારે તેને અવગણવો પણ યોગ્ય નથી.

કારણ કે ન્યાયવ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ જ તેની સૌથી મોટી તાકાત છે.

ન્યાય આપનાર જ જો સવાલોના ઘેરામાં આવે,
તો સામાન્ય માણસે ન્યાય માટે કોના દરવાજે જવું?

સવાલ વ્યક્તિનો નથી…
સવાલ છે સમગ્ર ન્યાયવ્યવસ્થામાં મહિલાઓની સુરક્ષા અને વિશ્વાસનો.

Share This Article